વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં બે જણા અને કોટડા નાયાણીમાં ત્રણ જણા જુગાર રમતા પકડાયા છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટી સ્મશાનની બાજુમાં આરોપીઓએ ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૬,૨૯૦/-સાથે મળી આવતા ગુન્હો દાખલ થયો છે આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) જીતેન્દ્રસિંહ ધરમેંદ્રસિંહ ઝાલા (ઉ.39) રહે. ભાટીયા સોસાયટી અને (2) વિવેકભાઈ સંજયભાઈ ધામેચા (ઉ.19) વીસીપરા ચોકથી રેલ્વે સ્ટેશન જવાના રસ્તે કુકડિયાપરામાં
તેવી જ રીતે કોટડા નાયાણી દેવીપૂજકવાસ અક્ષર દુકાનવાળી શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે (1) કાસમભાઇ આહમદભાઇ ઠેબા (ઉ.52) રહે. કોટડા નાયાણી (2) ફીરોજભાઈ અલારખાભાઇ ઠેબા ઉ.45) રહે. કોટડા નાયાણી અને 
(3) બસીરભાઈ ઉર્ફે સબીરભાઇ કાસમભાઈ પલેજા ઉ.36) રહે. મોરબી વાળને રોકડા રૂ.૧,૦૦૦/- સાથે સ્થળ પર પકડાઈ જઈ ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધાયો છે….
