વાંકાનેર : વાંકાનેર શહેરના ફળેશ્વર મંદિર નજીકથી હમણાં હમણાં બીજી વાર જુગાર રમતા ઝડપાઇ ગયા છે.
પેડક વિસ્તાર અને જડેશ્વર રોડ જુગારીઓ માટે સ્વર્ગ સમાન ગણાવવા લાગ્યું છે, મળતી માહિતી મુજબ પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સુનીલભાઇ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા અને મનીષભાઇ વિનુભાઇ સોલંકીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2000 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.