બે પોલીસ રેડ પડી
વાંકાનેરના પેડક સોસાયટી જડેશ્વર રોડ ઈંટોના ભઠ્ઠા પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની સીટી પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા
દિનેશભાઈ હીરાભાઈ મકવાણા (૩૧), કિશોરભાઈ બાબુભાઈ વિકાણી (૩૧) અને ભરતભાઈ છગનભાઈ જીજરિયા (૪૭) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી સ્થળ ઉપરથી ૧૧,૦૭૦ ની રોકડ કબજે કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારની બીજી રેડ વાંકાનેરના જ પેડક સોસાયટી મેળાના મેદાનમાં કરવામાં આવી હતી, ત્યારે ત્યાં જુદા જુદા ચિત્રોના બેનર રાખીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. જેથી સ્થળ ઉપરથી નીતિશભાઈ ચતુરભાઈ વિકાણી (૪૨), સુરજભાઈ લાભુભાઈ સોલંકી (૨૩), અમિતભાઈ નીતિશભાઈ વિકાણી (૨૨), ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી (૪૨) અને મનોજ ચંદુભાઈ વિકાણી (૩૫) રહે. બધા પેડક સોસાયટી વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૦,૬૦૦ ની રોકડ કબજે કરી છે.