કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મંદીરના લાભાર્થે લક્કી ડ્રો ની ટીકીટો વેચતા પકડાયા

મંદીરના લાભાર્થે લક્કી ડ્રો ની ટીકીટો વેચતા પકડાયા

નર્સરી ચોકડીએ મંડપ નાખી વેચાણ કરતા હતા

વાંકાનેર: તાલુકાના લાકડધાર ગામના એક, ધોળીયા તા. મૂળીના આઠ અને અન્ય મળી કુલ 12 આરોપીઓ સામે જય શ્રી મેલડી માતાજીના નવનિર્માણ મંદીર દાધોળીયા તા.મુળી જી.સુરેન્દ્રનગર લક્કી ડ્રો આયોજકો તથા જય શ્રી મેલડીમા ગ્રુપ આણંદપરના આયોજકો નવનિર્માણ મંદીરના લાભાર્થે ગેર કાયદેસર રીતે ટીકીટો છપાવી લોભામણી જાહેરાતો તથા ચિત્રો થકી લક્કી ડ્રો ની ઈનામી ટીકીટોનુ લાયસન્સ કે આધાર પુરાવા વગર વાંકાનેર નર્સરી ચોકડીએ પાડધરા ગામથી નર્સરી ચોકડી તરફ આવતા રોડ ઉપર ડાબી સાઇડમાં રોડ ઉપર એક મંડપ નાખી ટીકીટોનું વેચાણ કરતા લાકડધારના શખ્સ સહિત 12 શખ્સો સામે પોલીસખાતાએ ગુન્હો નોંધેલ છે….
જાણવા મળ્યા મુજબ સનાભાઈ હરજીભાઈ મકવાણા (ઉ.52) રહે. લાકડધાર તા. વાંકાનેર તથા જય શ્રી મેલડી માતાજીના નવનિર્માણ મંદીર દાધોળીયા તા.મુળી જી.સુરેન્દ્રનગર લક્કી ડ્રો આયોજકો (1) સનાભાઈ હરજીભાઈ મકવાણા (ઉ.52) રહે. લાકડધાર તા. વાંકાનેર (2) જુગાભાઈ (3) સુરાભાઈ (4) રમેશભાઈ (5) શિવાભાઈ (6) વિપુલભાઇ (7) પ્રવિણભાઈ (8) મેરાભાઈ તથા

જય શ્રી મેલડીમા ગ્રુપ આણંદપરના આયોજકો આરોપી (1) સનાભાઈ હરજીભાઈ મકવાણા (ઉ.52) રહે. લાકડધાર તા. વાંકાનેર (2) જુગાભાઈ (3) સુરાભાઈ (4) રમેશભાઈ એ સાથે મળી જયશ્રી મેલડી નવનિર્માણ મંદીરના લાભાર્થે ગેરકાયદેસર રીતે ટીકીટો છપાવી લોભામણી જાહેરાતો તથા ચિત્રો થકી વાંકાનેરના લોકો માટે MS 99 મોલ લઈ આવ્યું ઘર વપરાશની દરેક વસ્તુ

લક્કી ડ્રો ની ઈનામી ટીકીટોનુ કોઇપણ લાયસન્સ કે આધાર પુરાવા વગર પોતાના કબ્જા ભોગવટામાં રાખી ટીકીટોનું વેચાણ કરી આરોપી નં(૧) નાએ પોતાના કબ્જા ભોગવાટાનો મંડપમાં જય શ્રી મેલડી માતાજીના નવનિર્માણ મંદીર દાધોળીયા તા. મુળી જી.સુરેન્દ્રનગર લક્કી ડ્રોના બેનરો, સ્ટીકરો, લકી ડ્રોની બુકો તથા

OPPO A5 મોબાઇલ નંગ-૦૧ કી.રૂ. ૧૦૦૦/- સાથે રાખી આવતા ગુન્હો ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સરકયુલેશન સ્કિમ(બેનીંગ) એકટ ૧૯૭૮ ની કલમ-૪,૫ તથા ભારતીય ન્યાય સહિતા અધિનીયમ-૧૧૨ (૨) મુજબ પોલીસ ખાતાએ નોંધેલ છે આરોપીઓના નામ નીચે મુજબ છે…
(1) સનાભાઈ હરજીભાઈ મકવાણા (ઉ.52) રહે. લાકડધાર તા. વાંકાનેર (2) જુગાભાઈ (3) સુરાભાઈ (4) રમેશભાઈ (5) શિવાભાઈ (6) વિપુલભાઇ (7) પ્રવિણભાઈ (8) મેરાભાઈ (9) વિષ્ણુભાઈ રહે. નં. 2 થી 9 બધા ધોળીયા તા. મૂળી (10) ભરતભાઈ એચ. ડાભી (11) ભરતભાઈ એમ. વાઘેલા (12) મહિપતભાઈ જી. ડાભીકાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અનાર્મ પો.કોન્સ. દર્શીતકુમાર ગીરીશભાઈ વ્યાસ, પો.હેડ, કોન્સ, યશપાલસિંહ પરમાર, રવિભાઈ લાવડીયા તથા પો.કોન્સ. હિતેન્દ્રીંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી….

Content Copying Forbidden !!

error: Content is protected !!