કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

ખૂનનો બદલો લેવા કરાયેલ ખૂનના આરોપીના જામીન મંજુર

વાંકાનેરના મહિકા પાસે ખૂની ખેલ ખેલાયો હતો

રાજકોટ: તા.15-11-2019 ના રોજ રાજકોટ આરટીઓ ઓફિસની અંદર સોહિલ પાયક નામના યુવાનની કનુ ઉર્ફે અમરશીભાઇ, નિતીન તેમજ રાહુલ સહિતના લોકોએ હત્યા નિપજાવેલ હોવાના આરોપસર બનાવ બાદ આરોપીઓની ધરપકડ થયેલ અને જેલ હવાલે કરવામાં આવેલ જે પૈકી રાહુલ રાજેશભાઇ ગોહિલ તથા નિતિન માધવજી ડાભી જામીન મુક્ત થતાં આ ખુનના બનાવનો ખાર રાખી રાહુલ,

નીતિન ટ્રક લઇને વાંકાનેર તાલુકાના મહિકા ગામે મચ્છુ નદીમાંથી રેતી ભરવા જતા હોવાની માહિતી મળેલ જેથી એજાજ પાયક તેમજ તેનો મિત્ર અગાઉથી પૂર્વઆયોજીત કાવતરુ રચી રસ્તામાં ટ્રક આડે ઇનોવા કાર નાખી રસ્તામાં ટ્રક રોકી ટ્રકની આગળના ભાગે કાચમાં પથ્થરોના ઘા કરી કાચ તોડી નાખેલ. રાહુલ અને નીતિનને છરી, પાઇપ, ટોમી વડે હુમલો કરેલ, રાહુલ દોડીને થોડે દૂર

એક વાડી-ખેતર તરફ જતાં તેમની પાછળ આરોપીઓએ જઇ ગળાના ભાગે તેમજ બન્ને ગાલ ઉપર અને પડખામાં છરીના ઘા મારેલા. નીતિને બનાવ સ્થળ પર આવી જોતા રાહુલ મરણ ગયેલ હાલતમાં ત્યાં પડેલ હતો. નીતિન ડાભીને પણ જીવલેણ ઇજાઓ થયેલ હતી.રામ પીવીસી ફર્નિચર : ઉધઈની સમસ્યાથી કાયમી મુક્તિ

ગુજરનાર રાહુલના ભાઇ અંકુરભાઇની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં આરોપીઓની ધરપકડ થઇ હતી. આરોપીઓ પૈકી સોહિલ નૂરમોહમ્મદ કાબરાએ જામીન અરજી દાખલ કરતાં ગુજરાત હાઇકોર્ટમાં ચાલી જતાં આરોપી પક્ષ દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્યાને રાખી હાઇકોર્ટ દ્વારા સોહિલ કાબરાને જામીનમુક્ત કરતો હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપી સોહિલ વતી

હાઇકોર્ટના એડવોકેટ મહમદઝૈદ સૈયદ, અરબાઝખાન પઠાણ, રાજકોટના વકિલ રુપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર, હુસૈનભાઇ હેરંજા, રવિભાઇ લાલ, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, જીતભાઇ શાહ, દિપક ભાટિયા, અંકિત ભટ્ટ, રહિમ હેરંજા, પ્રેમરાજસિંહ પરમાર, મોરબીના વકીલ હિરલબેન નાયક રોકાયેલ હતાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!