કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઠીકરીયાળી નજીક દારૂ સાથે ઝડપાયો

મધરાત્રે બાઈકમાં ખેપ મારવા નીકળ્યો અને ઝડપાયો

લીંબાળા ધારે અને ભલગામ ગામે પણ દેશી દારૂ સાથે મહિલા સહીત આરોપી ઝડપાયા

વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર પોલીસ ટીમે ઠીકરીયાળી ગામની સીમમાં મોટર સાયકલની બન્ને બાજુ થેલા લટકાવી નીકળેલા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામની સીમમાં રહેતા હિતેશ રતાભાઈ ડાભી નામના શખ્સને ઝડપી લઈ થેલા ચેક કરતા રૂપિયા 18 હજારની કિંમતનો 48 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ બનાવમાં રૂપિયા 30 હજારની કિંમતનું મોટર સાયકલ સહિત 48 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

ઉપરાંત આરોપી સાયરાબેન ઉમેદભાઈ રાજા લીંબાળા ધાર પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. વાંકાનેરમાં એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીને આધારે આરોપી અનક રાવતભાઇ ધાંધલના ભલગામ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ સામે રહેણાંક મકાને દરોડા પાડ્યા હતા. જ્યાં રૂપિયા ૨૪૦ની કિમતનો ૧૨ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે આરોપી અનક સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!