કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાતાવીરડા: દેશી દારૂની ફેકટરી ઝડપાઇ

આથો અને દેશી દારૂ સહિત 26,900નો મુદ્દામાલ કબ્જે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી સમાન જબરદસ્ત ભઠ્ઠી ઝડપી લઈ રૂપિયા 26,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે મોટા પાયે દેશી દારૂ બનાવવામા આવી રહ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી રસિક છનાભાઈ અબાસણીયા રહે. રાતાવિરડા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી 600 લીટર દેશી દારૂ, 2000 લીટર દેશી દારૂ બનાવવા માટેનો ઠંડો આથો તેમજ રૂ. 10,900ના ભઠ્ઠીના સાધનો સહિત 26,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી રસિક હાજર નહિ મળી આવતા પોલીસે રસિકને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!