આણંદપર રોડ તથા જામસર ચોકડી પાસે બાઈક સર્પાકારે ચલાવતા પકડાયા
વાંકાનેર: ઢુવા એ.કે. હોટલ પાછળથી એક શખ્સને વર્લીફીચરના આંકડા લખતા અને મકતાનપરના તથા મોરથળા (તા: થાનગઢ) ના શખસોને કેફીપીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો દાખલ થયો છે….

જાણવા મળ્યા મુજબ ઢુવા એ.કે. હોટલ પાછળથી હરજીભાઈ ભનુભાઈ માથાસુરીયા જાતે દેવી પુજક (ઉ.40) રહે. હાલ નવા ઢુવા શીતળામાની દેરી પાસે, વાળાને જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ.૩૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ગુન્હો જુગારધારા કલમ ૧૨ અ મુજબ નોંધાયો છે…

મકતાનપરના સિંધાભાઈ કરમશીભાઈ અબાસણીયા (ઉ.30) આણંદપર રામદેવપીરના મંદિર પાસે રોડ પર કેફીપીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર રજી નંબGJ-36-AE-0374, કી.રૂ. ૧૦,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧(૧)તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ દાખલ થયો છે….
બીજા કિસ્સામાં મોરથળા (તા: થાનગઢ) ના પ્રવીણભાઈ રામજીભાઈ દેગામા (ઉ.28) વાળા જામસર ચોકડી માટેલ રોડ પર કેફીપીણું પીધેલ હાલતમાં હિરો કંપનીનુ પેશન પ્રો મોટર સાયકલ રજી નંબGJ-36-03-BP-8173, કી.રૂ. ૧૫,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧(૧)તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ દાખલ થયો છે….
