વાંકાનેર: સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે રોડની સાઈડમાં બેસી એક ઈસમ વરલી મટકાના આંકડા લખતો મુદામાલ સાથે પકડાયો છે…
જાણવા મળ્યા મુજબ અર્જુનભાઈ રાજુ ભાઇ સોલંકી જાતે કોળી (ઉ.વ.૨૨) રહેવાસી હાલ-સરતાનપર તા.વાંકાનેર મુળ ગામ-રાજકોટ,
હુડકોચોક ડી, આશાપુરા સોસાયટી વાળો જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડતા વર્લી સાહીત્ય આંકડા લખેલ કાગળ-બોલપેન તથા રોકડા રૂ. ૭૭૦ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨(અ) મુજબ
નોંધાયો છે. આ કાર્યવાહી આર્મ એ.એસ.આઇ. વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશન ચમનભાઇ ડાયાભાઇ ચાવડા તથા પો.કોન્સ. સંજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી….