કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવાશે

કેમેરા સપ્લાય, રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક પેઈન્ટ અને પાણી પુરવઠાનું ટેન્ડર બહાર પડયું

વાંકાનેર: શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે વાંકાનેર નગરપાલિકાએ “ઈ-ટેન્ડરીગ નિવિદા” બહાર પાડવામાં આવી છે.


ચીફ ઓફિસર વાંકાનેર નગર પાલિકા દ્વારા રજીસ્ટર કોન્ટ્રક્ટરો પાસેથી આ કામના ઓનલાઇન ટેન્ડર માંગવામાં આવેલ છે. કામનું નામ સાંસદસભ્યશ્રી રોજના મનગમ સી.સી.ટી.વી કેમેરા સપ્લાઈ તથા ફીટીંગ કરવાની કામગીરી છે.

આ માટે ખર્ચના અંદાજિત રકમ (લાખમાં) ૧૪.૪૯ રખાઈ છે. ઈ.એમ.ડી. ની રકમ (લાખમાં) ૧૪:૫૦૦ અને ટેન્ડર ફી ૯૦૦ છે.
આ કામના ભાવો ઓનલાઈન ટેન્ડરથી મંગાવવામાં આવેલ છે. ટેન્ડર તા.૨૯/૦૯/૨૦૨૩થી ઓનલાઇન જોઈ શકાશે.

ઓનલાઈન ટેન્ડર ભરવાની છેલ્લી તા: ૦૯/૧૦/૨૦૨૩ના ૧૮:૦૦ કલાક સુધી છે અને ફિઝીકલ ડૉક્યુમેન્ટ સબમીટ કરવાની છેલ્લી તા.૧૨/૧૦/૨૦૨૩ના ૧૬:૦૦ ક્લાક સુધી છે. ઓનલાઇન ટેન્ડર શક્ય હશે તો તા.૧૩/૧૦/૨૦૨૩ ને બપોરના ૧૧.૦૦ કલાકે ખોલવામાં આવશે.

સદરહુ કામના ટેન્ડર ડોક્યુમેન્ટને લગતી વધુ માહિતી માટે https:/tender.nprocure.com પર લોંગ ઓન કરવું અથવા વાંકાનેર નગરપાલિકાના બાંધકામ શાખાનો સંપર્ક કરવો. ટેન્ડર મંજૂર તથા ના-મંજૂર કરવાનો હક વાંકાનેર નગરપાલિકાને અબાધિત રહેશે.

સન ૨૦૨૧-૨૨ વર્ષની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (રોડ રીસિફેન્સીંગ ) અંતર્ગત શહેરના જુદા-જુદા રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક પેઈન્ટની કામગીરીનું ટેન્ડર 10.67 (લાખમા) બહાર પાડવામાં આવેલ છે.


ડીઝાઈન, બિલ્ડ અને ઓપરેટ કોન્ટ્રાક્ટ ફોર પ્રોવાઇડીંગ બ્રોવરિંગ, લેગ જોઈટિંગ, સપ્લાઈ ઓફ્ DI K-7, PVC 5KyCm અને MS પાઇપલાઇન નેટવર્ક (ગ્રેવીટી અને રાઇઝીંગ મેઇન) અને તેની સાથે સંકળાયે AC અને HSCF પમ્પના ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનીંગ માટે અને સાથે કન્સ્ટ્રકશન ઓફ 5.0 MLD WTP, U/G Sump, ESR, પમ્પ હાઉસ, અપ્રોચ બ્રિજ સાથેનો ઇન્ટેક વેલ, તથા તમામ પ્રકારના સિવિલ સ્ટ્રક્ચરનું રીપેરીંગ અને રીનોવેશન અને સિવિલ મિકેનિકલ સ્ટ્રક્ચર્સના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે યાંત્રિક અને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને એસેસરીઝ વાંકાનેર પાણી પુરવઠા યોજના માટેનું ટેન્ડર 858.11 (લાખમા) ચોથી વાર બહાર પાડવામાં આવેલ છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!