વિદ્યાર્થી સન્માન સમારોહ પણ યોજાશે
શસ્ત્ર પુજન, કેસરીયા સાફા અને પરંપરાગત વેશોમાં સજ્જ ક્ષત્રિયોની રેલી નીકળશે
વાંકાનેર શહેર અને તાલુકા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વિજયાદશમી પર્વની રંગેચંગે ઉજવણી થવા થઇ રહી છે. પરંપરાગત શસ્ત્ર પુજન અને કેસરીયા સાફા અને પરંપરાગત વેશોમાં સજ્જ ક્ષત્રિયોની ભવ્ય રેલી ઉપરાંત વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યા છે.

તા. ૨૦ થી ૨૨ દરમિયાન શીતળા માતાજી મંદિર, ધોળેશ્વર મહાદેવ પટાંગણ, દિગ્વીજયનગર (પેડક) ખાતે રાજપુત સમાજના ત્રિદિવસીય રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


વિજયાદશમીના સમારોહમાં મહંતશ્રી રમજુબાપુ આશીર્વચન આપશે. ૨૪ મીએ ગરાસીયા બોર્ડીંગ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે.

આ રેલીમાં પોતપોતાના અશ્વોને શણગારીને ઉપસ્થિત રહેવા રાજપુત સમાજના પ્રમુખ વજુભા સજુભા ઝાલાની યાદીમાં જણાવાયું છે.
આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને મહારાજા કેસરીદેવસિંહજી ઝાલા ઓફ વાંકાનેર (સાંસદ) ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉમટી પડવા વાંકાનેર રાજપુત સમાજને અપીલ કરવામાં આવી છે. સમારંભ બાદ રાત્રે સમાજનાં ભાઇઓ-બહેનો માટે સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

