મોરબી સીટી મામલતદાર કચેરીમાં કાર્યરત તલાટી મંત્રી રૂપિયા ચાર હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ જતા એસીબી ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે….
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વકીલ હોય જેઓ રેવન્યુ સંબંધિત કામ કરતા હોય અને ફરિયાદીના અસ્લીના નામનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા પ્રાંત અધિકારીને અરજી કરી હતી જે અરજીમાં આરોપી સીટી મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા માટે રૂપિયા ૪૦૦૦ ની લાંચ માંગી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હતા જેથી એસીબીનો સંપર્ક કર્યો થો અને ફરિયાદના આધારે એસીબી ટીમે છટકું ગોઠવ્યું હતું જેમાં સીટી મામલતદાર કચેરી ખાતે તલાટી મંત્રીની ઓફિસમાં રૂપિયા ચાર હજારની લાંચ લેતા આરોપી જયદીપસિંહ જાડેજા રંગેહાથ ઝડપાઈ ગયો હતો જેની પાસેથી એસીબી ટીમે લાંચની રકમ રૂ ૪૦૦૦ રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…
લાંચ કેસમાં ટંકારા સર્કલ ઓફિસરને નિર્દોષ
ટંકારાના સર્કલ ઓફિસરને રૂપિયા ૩૦૦૦ ની લાંચ લેતા એસીબી ટીમે ઝડપી લીધા હોય જે કેસ મોરબી સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આધાર પુરાવાને ધ્યાને લઈને શિક્ષા પાત્ર ગુનામાંથી છોડી મુકવાનો હુકમ કર્યો છે…
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીના મોટા બાપુ લાભુભાઈ અને ફરિયાદીના બાપુજી મોહનભાઈ ધરમશીભાઈ બજાણીયાના સંયુક્ત નામે જીવાપર ગામના સર્વે નં ૩૪૭ પૈકી ૨૦ માં પાંચ એકર ખેતીની જમીન આવેલ હોય અને બંને હયાત ના હોય ફરિયાદીના મોટા બા તથા ફરિયાદીના માતા મરણના દાખલા સાથે ખેતીની જમીન ફરિયાદીના મોટા બાપુના સંતાનો અને પોતાના ભાઈના નામે ચડાવી આપવા અને નામ કમી કરવા માટે ટંકારા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જે અરજી અન્વયે જમીન નામે ચડાવી આપવા તેમજ નામ કમી કરવા અવેજ પેટે રૂ ૧૫ હજારની લાંચની માંગણી કરેલ જેમાં ફરિયાદીએ તા. ૦૨-૧૨-૨૦૧૩ ના રોજ આરોપી પાસે આવતા આરોપી સર્કલ ઓફિસરે રૂ ૮૦૦૦ ની લાંચ માંગી હતી તે પૈકીના રૂ ૫૦૦૦ ફરિયાદી પાસેથી લઇ લીધા હતા બાકીના રૂ ૩૦૦૦ તા. ૦૩-૧૨-૨૦૧૩ ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં ટંકારા મામલતદાર કચેરીમાં આપી જવા જણાવ્યું હતું, જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવી રૂ ૩૦૦૦ ની લાંચ લેતા આરોપી સર્કલ ઓફિસર હરજીવનભાઈ ચતુરભાઈ મેરજાને ઝડપી લીધો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા સેસન્સ જજ અને વિશિષ્ટ અદાલત (એ.સી.બી.) મહીડા દિલીપ પી સાહેબે આરોપી હરજીવન ચતુરભાઈ મેરજાને લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ હેઠળના શિક્ષા પાત્ર ગુનામાંથી છોડી મુકવાનો હુકમ કર્યો છે….