પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં બનેવીએ સાળાને તથા પત્નીને લાકડી ફટકારી
વાંકાનેર : અહીંની પેડક સોસાયટી–દિગ્વિજયનગરમાં રહેતા યુવાનના ઘરે આવેલા રાજકોટ રહેતા બનેવીએ પોતાની પત્ની કેમ બહાર ગઈ છે, કહી ધડબડાટી બોલાવી પત્નીને માર મારી વચ્ચે પડેલા સાળાને પણ લાકડીઓ ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની દિગ્વિજયનગરમાં રહેતા રાહુલભાઇ ચંદુભાઇ ડાગરોચાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પોતાના રાજકોટ રહેતા બનેવી દેવરાજભાઇ હકાભાઇ દેકાવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,

ગઈકાલે તેમના બનેવી દેવરાજભાઇ હકાભાઇ દેકાવાડીયા પોતાના ઘેર આવ્યા હતા, ત્યારે ફરિયાદીની બહેન ખુશ્બૂ બહાર ગઈ હોય કહ્યું હતું કે, તું કેમ ઘેર ન હોતી ? એમ કહી ઢીકાપાટુનો માર મારી યુવાનના બહેનને માથામાં લાકડી ફટકારી દીધી હતી

અને આ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા રાહુલભાઈને પણ બનેવીએ લાકડીના ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
