ર008માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યમાં બે મહિના સુધી ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેનો હેતુ માત્ર એ જ છે કે, દેશમાં રાજ્યમાં તમામ ગામડાઓ શહેરો સ્વચ્છ બને અને લોકો જાગૃત બની આ સ્વચ્છતા જાળવી રાખે.
મહત્વની વાત એ છે કે, આ પ્રકારના સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોમાં સરકાર, વહીવટીતંત્ર અને લોકો એકજૂથ બની પ્રયાસો કરે ત્યારે વધુ સફળ બને છે. આ સ્વચ્છતા માટે જ્યારે લોકો આગળ આવશે અને સ્વચ્છતાનું મહત્વ સમજી સ્વચ્છતા જાળવવા કટિબદ્ધ બનશે ત્યારે જ ખરાબ અર્થમાં ગામ શહેર રાજ્ય દેશ સ્વચ્છ બનશે.‘ગામડું સ્વચ્છ બનશે તો દેશ સ્વચ્છ બનશે’ આ વિચારને ખરેખર અમલી બનાવ્યો છે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે કે, જ્યાં ગ્રામ પંચાયત દ્વારા નિયમિત રીતે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની, આ કચરાને યોગ્ય જગ્યાએ ઠાલવી તેનું નિકાલ કરવાની તેમજ ગામમાં તમામ જગ્યાઓએ સ્વચ્છતા જાળવી રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની આ કામગીરીમાં ગામ લોકો પણ પૂરતો સહયોગ આપે છે.
ગામમાં ક્યાંય ખોટી રીતે કચરો ન થાય, ડોર ટુ ડોર વાહનમાં લીલા તેમજ સૂકા કચરાનું અલગ રીતે વ્યવસ્થાપન થાય અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવે છે. લુણસરિયા ગામને સ્વચ્છતા માટે 2008માં રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ગ્રામ પંચાયતની કામગીરી અને લોકોની જનભાગીદારી થકી સ્વચ્છતા માટે આ એવોર્ડ ગામને મળ્યો છે. વિવિધ અભિયાન અન્વયે ગામડાને ફક્ત એકવાર સ્વચ્છ બનાવવાની નહીં પણ અહીં ગામડું સ્વચ્છ બનાવી આ સ્વચ્છતા જાળવી રાખવાની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના અન્ય ગામો તેમજ રાજ્યના પણ ગામડાઓ આ નાના એવા ગામથી પ્રેરણા લઈ સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવી શકે છે.
નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર
તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30
કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર
વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી
દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏