કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રેલવે અને બસ સ્ટેન્ડ ખાતે સફાઈ કરાઈ

વાંકાનેર: ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ રાજ્યવ્યાપી આયોજનોના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર રેલવે જંકશન અને વાંકાનેર બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા માટેના આ મહા અભિયાન અંતર્ગત સૌએ સાથે મળી સહિયારા પ્રયાસ કરી ‘એક કદમ સ્વચ્છતા કી ઓર’ સૂત્રને ચરિતાર્થ કર્યો હતો. સમગ્ર આયોજનમાં વાંકાનેર નગરપાલિકાના સફાઈ કામદારો, વાંકાનેર નગરપાલિકાના સંબંધીત શાખાના અધિકારીઓ/કર્મચારીઓ તથા રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનનો સ્ટાફ અને શહેરીજનોએ ઉત્સાહભેર જોડાઈને સઘન સફાઈ ઝુંબેશ થકી સમગ્ર શહેરને સ્વચ્છ બનાવવા પોતપોતાનું બહુમુલ્ય યોગદાન આપ્યું હતું.

Content Copying Forbidden !!

error: Content is protected !!