હરબટીયારીનો યુવાન દારૂ સાથે પકડાયો
હડાળામાં પ્રૌઢે ગળાફાંસો ખાધો
મોરબી જિલ્લામાં વિવિધ વિભાગના અધિકારીગણ દ્વારા ગામડાઓમાં જઈને લોકો સાથે રૂબરૂ મુલાકાતો લેતા હોય છે. ગ્રામસભામાં પણ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે અને ગામની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયાસો થતા રહે છે. તાજેતરમાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આકસ્મિક તપાસણી કરવા પહોચ્યા હતા…
તેઓએ ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી સ્ટાફ બાબતે સમીક્ષા કરી અને હાજર રહેલ દર્દીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત કલેકટરએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિવિધ કામગીરીઓની તપાસણી કરી અને શાળા, આંગણવાડી, મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈ ત્યાંની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ ગ્રામ પંચાયત ઓફિસ, વ્યાજબી ભાવની દુકાનની મુલાકાત લેવામાં હતી અને ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી. તેમજ તેમના પ્રશ્નનોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી…
હરબટીયારીનો યુવાન દારૂ સાથે પકડાયો
મોરબી તાલુકાના ભડીયાદ ગામ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 2450 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી વિશાલ રમણીકભાઈ ઉર્ફે રમેશભાઈ સોલંકી (25) રહે હરબટીયારી તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ દારૂનો જથ્થો સાગર કિશનભાઇ ઉર્ફે કિશોરભાઈ પરમાર રહે. રફાળેશ્વર પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બંને શખ્સો સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે…હડાળામાં પ્રૌઢે ગળાફાંસો ખાધો
હડાળા ગામ પાસે બે માળીયા મકાનમાં રહેતાં લાભુબેન જયંતિભાઈ ખડવી (ઉ.વ.50) નામનાં પ્રૌઢે ગઈ કાલ રાત્રિના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવની જાણ 108 ને થતાં તુરંત 108 ની ટીમ દોડી ગઇ હતી અમે પ્રૌઢને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ક્યાં કારણોસર પ્રૌઢે આપઘાત કર્યો તે હજુ જાણવા મળેલ નથી…