વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામના કર્ઝદાર લોકો માટે જુમ્મા મસ્જિદે રમજાનમાં ફકત પંચાસીયાના જ લોકો પાસેથી ઝકાત એકઠી કરી હતી, તેમા રૂ. 3,25,500 થયા કારણ કે પહેલુ વર્ષ અને નિર્ણય મોડો થયો હતો, એટલે પ્રમાણમાં ઓછા થયા, તેમાં થી 2 વ્યક્તિઓને કર્ઝ મુક્ત કર્યા અને 2 વ્યક્તિઓની આર્થિક સ્થિત નબળી હતી તેને સુધારી છે, આગેવાનો જકાત ફંડનો સ્ટોક કરશે નહી, કેમ કે
જકાતનો સ્ટોક ઈસ્લામના કાનુન વિરુદ્ધ છે, આ કાર્ય તમામ ગામ સોસાયટીઓની મસ્જિદે થાય તો કોઈ ગરીબ રહે જ નહી, અલ્લાહ આકાના સદકેથી હીદાયત આપે (આમીન)
લી. જુમ્મા મસ્જિદ આગેવાનો ગામ પંચાસીયા તા. વાંકાનેર જી. મોરબી