કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મુસ્લિમોની લાગણી દુભાવનાર કથાકાર વિરુદ્ધ રજુઆત

વાંકાનેર: મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોય, જેની સામે આજરોજ વાંકાનેર વિસ્તારની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક તથા રાજકીય આગેવાનો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે…


બાબતે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગત તા. ૧૮ ના રોજ મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ (રહે. શ્રી રામપુર, વન્જાર ગામ, ઔરંગાબાદ) દ્વારા તેની મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ ગામે એક કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ તથા

ઇસ્લામ ધર્મ વિરૂદ્ધ અપમાન જનક ટીપ્પણીઓ કરવામાં આવી હોય, જેનાથી કથાકાર રામગીરી માહારાજે સમ્રગ દેશમાં મુસ્લીમો અને ઈસ્લામ ધર્મ વીરૂધ્ધ દ્વેષની લાગણી ફેલાવીને વિવિધ સમુદાયો વચ્ચે વેરભાવના ઉભી કરી દેશની શાંતી તથા કાયદો વ્યવસ્થાને ડહોવાનો પ્રયત્ન કર્યો છે,..


ત્યારે દુષપ્રચાર કરનાર કથાકાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા વાંકાનેરના દારૂલ ઉલુમ ગૌષે સમદાની- પીપળીયારાજ, દારૂલ ઉલુમ યતીમીયા-પલાસડી, દારૂલ ઉલુમ નુરીયા રઝવીયા-વાલાસણ, દારૂલ ઉલુમ હકકાનીયા- ખીજડીયા, દારૂલ ઉલુમ મોઇનુદ્દીન ચિશ્તી-વીડીભોજપરા, દારૂલ ઉલુમ ખતીજતુતાહેરાલીલ બનાત-પ્રતાપગઢ, દારૂલ ઉલુમ ફાતેમતુઝોહરાલીલ બનાત-પાંચદ્રારકા સહિતની ધાર્મિક સંસ્થાઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત સાથે માંગ કરી છે….

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!