ધુળેટી વખતની ફરિયાદ હવે કરાઈ
“છોકરા મને જોઇ ‘ગાંડી ગાંડી’ કહેતા હતા”
વાંકાનેર: ધુળેટી વખતે શેરીમાં નીકળેલ મહિલાને જોઈને છોકરાઓ ‘ગાંડી’ કહેતા વિડિઓ ઉતારતી મહિલા ત્યાંથી સાયકલ લઈને ઘરે ગઈ હતી, આ પછી શેરીમાં રહેતા અન્યો કુલ છ જણા સામે માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે, ઉલ્લેખનીય છે કે ધુળેટીના દિવસે શેરીમાં રહેતા નગરજનોએ આ મહિલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર હવેલી શેરીના નાકે, દરબારગઢ રોડ પર રહેતા જ્યોતીકાબેન બટુકભાઇ રામજીભાઈ મેઘાણી જાતે કુંભાર (ઉવ,૫૨) ફરિયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૦૪/૦૩/૨૦૨૬ ના (૨૪ દિવસ પહેલા) છત્રભુજ મંદીર પાસે ધુળેટી રમતા કંસારાના છોકરા મને જોઇ ‘ગાંડી ગાંડી’ કહેતા હતા તે વખતે મેં વીડીયો ઉતારવાનો ચાલુ કરેલ એટલામાં પ્રદીપભાઇ વાગડીયા ત્યાં આવેલ અને કહેવા લાગેલ કે
‘વીડિયો કેમ ઉતારેસ? તારા વીડીયો ઉતરી જશે’ અને છોકરાઓને કહેલ કે ‘આને મારો’ જેથી છોકરા મારી તરફ આવતા હોવાથી હું ત્યાં પડેલી સાયકલ લઇને મારા ઘરે આવતી રહી હતી, ત્યારબાદ આ છોકરાની માતાઓ ભાવનાબેન ભાવીનભાઇ કાગડા, શિતલબેન મીલનભાઈ કાગડા તથા નિરાલીબેન કાગડાઓ પોતાના હાથમા લાકડા સપટા લઇ મારી સાથે ગાળાગાળી તથા ઝપાઝપી કરવા લાગેલ મારા પગના ભાગે મુંઢમાર મારેલ અને 
અભદ્ર તથા અશ્લીલ ગાળો બોલવા લાગેલ, ત્યાર પછી પ્રદીપભાઈની પત્ની સાવને મને બે લાફા મારી દીધેલ અને પ્રદીપભાઇએ પણ મારા પતિનો કોલર પકડી કહેલ કે ‘અહીથી જતા રહો’ અને ખુશ્બુબેન કાનાભાઈ વાળંદ પણ મારી સાથે ધોલ થાપટ કરેલ જેથી મને શરીરે મુંઢમાર લાગેલ હોઇ ૧૦૮ માં બેસી વાંકાનેર સીવીલ હોસ્પીટલ ખાતે જતા પ્રાથમીક સારવાર કરી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે ગયેલ આ ઝઘડામાં પ્રદીપભાઇએ મારો મોબાઇલ તોડી નાખેલ અને હાથે તથા પગે લાકડી વતી મુંઢમાર વાગેલ છે અને રીર્ઝવેશન કરાવેલ હોય અમો તીરૂપતિ બાલાજી દર્શન કરવા માટે ગયેલ હોવાથી આજરોજ આ મારામારીની ફરીયાદ કરવા માટે આવેલ છું, આ ફરિયાદની તપાસ વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનના વી.આર.પરમાર (એ.એસ.આઈ.) ચલાવી રહ્યા છે…
