૬0000 ડુબત લેણા ફંડનો ખોટી રીતે હીસાબ તૈયાર કરાવ્યાનો આક્ષેપ
વાંકાનેર તાલુકાની પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી.ના મંત્રી અને પ્રમુખ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાલબાગમાં બ્લોક નં.બી-૧/૬, ક્વાર્ટર નં.૩૧ માં રહેતા ભરતભાઇ બીજલભાઇ ડાંગર જાતે આહીર (૩૩) એ હાલમાં પંચાસીયા દુધ ઉત્પાદક મંડળી લી.ના મંત્રી સમીરભાઇ હુસેનભાઇ માથકીયા અને પ્રમુખ નજરુદીનભાઇ અમીભાઇ ખોરજીયા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે,
પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી. માં વર્ષ ૨૦૨૦- ૨૦૨૧ તથા ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષમા પંચાસીયા સહકારી દુધ ઉત્પાદક મંડળીના મંત્રી સમીર હુસેનભાઇ માથકીયાએ પશુઓના રાજદાણ બગડી ગયેલ હોય જેની ૬0000 ડુબત લેણા ફંડનો ખોટી રીતે હીસાબ તૈયાર કરાવી ઉચાપત કરાવી હતી અને તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા સંસ્થાના પ્રમુખ નજરૂદીન અમીભાઇ ખોરજીયાને અધિકૃત કરવામા આવેલ હતા પરંતુ
પ્રમુખે મંત્રીની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી અને પોતાની ફરજ બજાવેલ નથી જેથી મંડળીના પ્રમુખ તથા મત્રીએ ૬૦,૦૦૦ ની નાણાકીય ઉચાપત કરી વહીવટીમાં ગેરરીતી કરી ઠગાઇ કરી વિશ્વાસઘાત કરેલ છે, જેથી કરીને હાલમાં સિનિયર કલાર્કે નોંધાવેલ ફરિયાદ મુજબ પોલીસે આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે