માં-બાપ વતન ગયા, પાછળથી શુકુ નસાડી ગયો
વાંકાનેર: તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ એક કારખાનામાંથી સગીરવયની દિકરી (ઉ.વ.૧૬ વર્ષ ૭ માસ ૩૦ દિવસ વાળી)ને ફરીયાદીની સંમતિ વગર લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ગુન્હો કર્યાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ હાલ રહેવાસી લાલપર ગામ પાસે તા.વાંકાનેર મુળ રહે. મધ્યપ્ર દેશ વાળા આદીવાસી એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૨૨/૦૩/૨૦૨૫ ના રોજ હું અને મારા પત્ની અમારા વતનમાં ગયેલ અને મારા સંતાનો ઘરે રાખેલ હતા. બાદ તા.૨૩/૦૩/૨૦૨૫ ના રોજ
હું અને મારી પત્ની અમારા વતનમાંથી પાછા આવેલ ત્યારે મારા મોટા દીકરા બન્નેએ વાત કરેલ કે, ગઇ તા. ૨૨/૩/૨૦૨૫ ના રોજ બપોરના સમયે લીલાપર ગામની સીમમાં કારખાનાના લેબર કવાર્ટરમાં બાજુમાં રહેતો શુકુ ગાડરીયા ઉર્ફે શુકુ બીલાલા લાલપર મીના રેકટરીજમાં આવેલ હતો અને બહેનને ત્યાં બોલાવેલ હતી બાદ ત્યારથી ઘરે આવેલ નથી. જેથી આજુબાજુ તથા લીલાપર ગામની સીમમાં
રાધે ફમ ખાતે તપાસ કરતા તેઓની હાજરી બાબતે કોઇ ખબર અંતર મળેલ નહી જેથી આ શુકુ ગાડરીયા ઉર્ફે શુકુ બીલાલા રહે. લીલાપર ગામની સીમ રાઘે ફમ મુળગામ- ગુણુ રાજસ્થાન વાળો સગીર દિકરીનુ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ભોળવી નસાડી ગયેલ હોય તો તેની સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-૨૦૨૩૨૦૨૩ની કલમ-૧૩૭(૨),૮૭, મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….