ટોલનાકાનો મુકી દિધેલ કોન્ટ્રાકટ પરત અપાવવાનુ કહી લાયસન્સ વાળા હથિયાર ઉપર હાથ રાખી ધમકી આપી
વાંકાનેર: અહીં વઘાસીયા ટોલનાકાના મેનેજરને ટોલનાકાની બિલ્ડિંગ ખાતે ટોલનાકાનો કોન્ટ્રાકટ મુકી દિધેલ હોઇ જે પરત અપાવવાનુ કહી લાયસન્સ વાળા હથિયાર ઉપર હાથ રાખી ધમકી આપી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એક બીજાને મદદગારી કરી ગુન્હો કર્યાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ વઘાસીયા ટોલનાકાના મેનેજર અને હાલ રહે. હાલ મિશરી હોટલ પાછળ, સાઈનાથ એપાર્ટમેન્ટ મુળ રહે. જિતન બિગહા ગામ તા: ફતેહપુર જી: અરવલ (બિહાર)ના મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ/યાદવ (ઉવ.૩૭) એ ફરીયાદમાં લખાવેલ છે કે 
તા. ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં હું વઘાસીયા ટોલનાકે હાજર હોઇ જે દરમિયાન ટોલપ્લાઝા બિલ્ડિંગ ખાતે બોલાચાલીનો અવાજ આવતા હું ત્યાં ગયેલ, તો વઘાસીયા ગામના રવીરાજ ઝાલા અને તેની સાથે અન્ય આઠ-દશ ઇસમો ઉભેલ હોઇ
અને રવીરાજ ઝાલા મેડિકલ એઇડ પોસ્ટ નામની ઓફીસ પાસે ઉભેલ હોઇ જે દરમિયાન આ રવિરાજે અમોને તેઓના પાસે રહેલ લાયસન્સ વાળી રિવોલ્વર જે તેના કમરના પટ્ટા પર લટકાવેલ હોઇ જેના ઉપર હાથ રાખીને તેણે અમોને કહેલ કે ‘જે આ વઘાસીયા ટોલનાકાનો મારો
કોન્ટ્રાકટ જે અમોએ મુકી દિધેલ હોઇ જે અમોને પાછો અપાવી દો- નહિતર મજા નહી આવે અને અમારા વગર તમો આ ટોલનાકુ નહી ચલાવી શકો’ તેમ કહીને મને ગાળો આપવા લાગેલ, જેથી મેં ગાળો આપવાની ના પાડેલ અને મારી ઓફીસે તેઓ ઉશ્કેરાઇ ગયેલ અને 
અમો સાથે વધુ બોલાચાલી કરવા લાગેલ અને આ રવીરાજ ઝાલાના કહેવાથી તેની સાથે રહેલ બે અજાણ્યા શખ્સો જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને અન્ય એક ઇસમ અમોને હિન્દી ભાષામાં ભૂંડી ગાળો આપેલ અને કહેલ કે ‘એક વખત જવા દીધેલ છે પણ હવે ટોલનાકા બાજુ દેખાતો નહી- નહિતર તને છોડશુ નહી અને મારુ નામ લખવુ હોઈ તો લખી લેજે: હરુભા છે’ એમ કહી 
જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહેલ હતા અને આ રવીરાજ ઝાલા પોતે કમરના પટ્ટા પર લાયસન્સ વાળી રિવોલ્વર લટકાવતા હોઇ અને ભયનો માહોલ ઉભો કરતા હોઈ તો આ ચારેય ઇસમો વિરુધ્ધ ધોરણસર થવા મારી ફરિયાદ છે, પોલીસ ખાતાએ 
(1) રવિરાજ ઝાલા રહે. વઘાસીયા (2) હરુભા રહે. વઘાસીયા અને (3) અન્ય બે અજાણ્યા ઇસમો સામે ગુન્હો ભારતીય ન્યાય સંહીતા (૨૦૨૩)ની કલમ-૩૫૨, ૩૫૧(૨),૫૪ તથા આર્મસ એક્ટ કલમ-૩૦ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
