ટંકારા: તાલુકાના સરાયા ગામે ઘોડી લઈને નીકળેલા યુવાનની ઘોડી ભેંસ સાથે ભટકાતા યુવાનને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સે પાઇપ વડે તથા બીજા શખ્સે લાકડાના ધોકા વડે યુવાન સહિત બે વ્યક્તિને માર માર્યો હતો જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે..

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને હાલમાં વળતી ફરિયાદ નોંધાઇ છે જેમાં નયુમભાઈ મુસાભાઇ વિકીયા (24)એ ઈરફાન ઈબ્રાહીમભાઈ જુણેજા અને કાળુ મામદભાઈ કેડ રહે. બંને સરાયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી પોતાની ઘોડી લઈને જતો હતો ત્યારે


ઈરફાનની ભેંસ સાથે ઘોડી અથડાતા તે બાબતે આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી જેથી તેને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે હાથમાં રહેલ પાઇપ વડે સાહેદ અયુબભાઈને માથામાં માર માર્યો હતો તેમજ આરોપી કાળુ કેડે લાકડાના ધોકા વડે ફરિયાદીને વાસાના ભાગે તથા સાહેદને માથામાં માર માર્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે…
