ટંકારા: હડમતીયાના વિજયભાઇ બચુભાઈ સોલંકીએ (1) વિનોદભાઇ હસમુખભાઇ વાધેલા (2) જીજ્ઞેશ હસમુખભાઇ વાધેલા અને (3) સુરેશભાઈ ગુલશનભાઇ ચાવડા રહેવાશી બધા હડમતીયા વાળા ઉપર ફરિયાદ કરી છે કે ફરીયાદી શેરીમાં હોય તે વખતે આ કામના આરોપીઓ મોટરસાયકલ લઈને નીકળતા આરોપી નંબર- ૦૨ નાએ ફરીયાદીને સાઇડમા ઉભુ રહેવાનુ કહેતા પોતે સાઈડમાં જ હોવાનો
જવાબ આપતા આરોપીઓએ બોલાચાલી કરવા લાગતા બોલાચાલી કરવાની ના પાડતા આ કામના આરોપી નંબર- ૦૧ ના એ ફરીયાદીને ગાળો આપી શેરીમાં પડેલ લાકડી વડે એક ધા જમણા પગમા મારી તથા આરોપી નંબર- ૦૨ ના એ જપાજપી કરી તથા આરોપી નંબર- ૦૩ નાએ ગાળો આપી ત્રણેય આરોપીઓએ ફરિયાદી સાથે ઝધડો કરીશ તો જાનથી મારી નાખીશુ ની ધમકી આપી ગુન્હો કરવામા
એકબીજાએ મદદગારી કરી મે.જીલ્લા.મેજી.સા.મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબગુન્હો B.N.S.કલમ- ૧૧૫(૦૨), ૩૫૨,૩૫૧ (૩), ૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે….
સામા પક્ષે હરજીભાઈ ઉર્ફે વિનોદભાઈ હસમુખભાઈ વાઘેલાએ વિજય બચુભાઈ સોલંકી સામે ફરિયાદ કરી છે કે ફરીયાદી પોતાના મીત્રો સાથે ગામમા જતા હતા તે વખતે આ કામનો આરોપી ફરીયાદીના સાળા વિજય બચુભાઈ સોલંકીએ સરખુ મોટર સાયકલ ચલાવ તેમ કહી બોલાચાલી કરી ગાળો આપતા ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ત્યાં લાકડી વડે પગમાં એક ઘા મારી આજ પછી સામે આવતો નહિ નહિતર જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી મે.જીલ્લા. મેજી.સા. મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ અને B.N.S.કલમ- ૧૧૫(૨),૩૫૨,૩૫૧ (૩) તથા જી.પી.એકટ કલમ- ૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે…