અમરસર ફાટક પાસે સહકારી મંડળીઓના કર્મચારીઓ માટે ૨૮ દિવસનો કાર્યક્રમ હતો
વાંકાનેર: ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ, તાલિમ અને પ્રચારની યોજના અન્વયે રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા શ્રી શીત કેન્દ્ર, અમરસર ફાટક પાસે, વાંકાનેર મુકામે વાંકાનેર તાલુકાની સહકારી મંડળીઓના કર્મચારીઓ માટે ૨૮ દિવસના સહકારી મંત્રી મેનેજર તાલીમ વર્ગની પૂર્ણાહૂતી કાર્યક્રમ રાખવામાં આવેલ હતો…
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા સહકારી સંઘના માનદ્દમંત્રી શ્રી મનસુખલાલ સંખાવરા હતા. જિલ્લા સંઘના ડિરેકટર શ્રી હુસેનભાઇ શેરસીયા, મહિલા સમિતિના સભ્ય ગુલબાનુબેન ખોરજીયા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેકટર હસનભાઇ પટેલ, ગેલેકસી ક્રેડીટ, વાંકાનેરના મેનેજર ખોરજીયાભાઇ, જિલ્લા સંઘના એકઝીકયુટીવ ઓફિસર જયશ્રીબેન ત્રિવેદી, સી.ઈ.આઇ એ. જે. ઘેટીયા ઉપસ્થિત રહેલ.
મનસુખલાલ સંખાવરાએ જણાવેલ હતુ કે મંડળીમાં ઉદભવતા પ્રશ્નોનું નીરાકરણ મંડળી મારફત જ કરવું જોઇએ, તમો બધા પાયાના પથ્થર સમાન છો તેમ જણાવી કર્મચારીઓની કામગીરીને બીરદાવેલ હતી…
જિલ્લા સંઘના સી.ઈ.આઈ. શ્રી એ. જે ઘેટીયાએ આભારવિધી જિલ્લા સંઘના એકઝી. ઓફિસર જયશ્રીબેન ત્રિવેદીએ કરેલ. આ તાલીમ વર્ગમાં ૪૪ જેટલા તાલીમાર્થીઓએ સફળતાપૂર્વક તાલીમ મેળવેલ છે. આ તાલીમ વર્ગને સફળ બનાવવા રાજકોટ ડેરી તથા શીત કેન્દ્રના સ્ટાફે સાથ સહકાર આપેલ હતો…