વાંકાનેર: અહીં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વીંગ આયોજિત તેમજ સહ સહયોગી અજરામર એક્ટિવ અસોર્ટ વાંકાનેર ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં એક બ્લડ ડોનર દ્વારા વિક્રમી #117# મી વાર રક્તદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
આ તકે આ રક્તદાન કરનાર રામાનુજ પ્રદ્યુમનભાઈનું અનેરું સન્માન કરવામાં આવ્યું હતું, આ કેમ્પમાં 100 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને 121 બોટલ રક્ત એકત્ર થયું હતું. 117 મી વાર રક્તદાન કરનાર માટે આયોજકોએ ખૂબ હર્ષની લાગણી અનુભવી હતી…