પડતર પ્રશ્નો તથા વિકાસના કામો બાબત ચર્ચા કરી
વાંકાનેર: શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ અંબાલીયા, નગરપાલિકાના વિરોધપક્ષના નેતા મહંમદભાઈ રાઠોડ, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તથા નગરપાલિકા સદસ્ય જાગૃતિબેન ચૌહાણ, કોંગ્રેસ પક્ષના નગરપાલિકા સદસ્યો એકતાબેન ઝાલા, કુલસુમબેન તરીયા અને 


અશરફભાઈ ચૌહાણે નગરપાલિકા કચેરી ખાતે નવા નિમાયેલા ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયાની શુભેચ્છા મુલાકાત લીધી અને વાંકાનેર શહેરના પડતર પ્રશ્નો તથા વિકાસના કામો બાબત વિસ્તૃત ચર્ચા કરી. તેમજ પડતર પ્રશ્નોના ઉકેલ અને વિકાસના કામોમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.
