વીણાબેન પંડયાનો હેલ્થ ઇન્સ્યુરન્સનો મેડીકલ વીમો હતો
વાંકાનેરના વતની વિશ્વાસ પંડયાના ધર્મ પત્નીને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કું.લી.નો વીમો હતો. તેમને બીમારીની સર્જરી કરાવેલ, પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં જતાં અદાલતે ૧,૮૪,૧૩૦ અને ૮૦૦૦ અન્ય ખર્ચ ૯ ટકાના વ્યાજ સાથે તા.૫-૨-૨૨ થી ચુકવવાનો આદેશ કરેલ છે.
કેસની વિગત એવી છે કે વાંકાનેરના વતની વિશ્વાસ પંડયાએ તેમના પત્ની વીણાબેન પંડયાનો હેલ્થ ઇન્સ્યુરન્સનો મેડીકલ વીમો હતો. બીમારી સર્જરી અનુસંધાને હોસ્પીટલમાં દાખલ કરેલ હતા. બાદમાં ગ્રાહકે વીમા કંપનીને જોઇતી વિગતો સાથે તમામ કાગળો રજુ કરી
આપેલ; છતા વીમા કંપનીએ વીમાની રકમ આપવાની ના પાડેલી. જેથી ગ્રાહક વિશ્વાસ પંડયાએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલાજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં જતા ગ્રાહક અદાલતે વીણાબેન પંડયાને રૂ.૧,૮૪,૧૩૦ અને
૮૦૦૦ અન્ય ખર્ચના ૯ ટકાના વ્યાજ સાથે તા.૫-૨-૨૨ થી ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હક માટે લડવુ જોઇએ, પરંતુ સામેની પાર્ટી પોતાની સેવામાં ખામી રાખે છે. કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજી મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) અથવા મંત્રી રામભાઇ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.