કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મંદીરના લાભાર્થે લક્કી ડ્રો ની ટીકીટો વેચતા પકડાયા

કારખાનામાં બાકી પૈસા મામલે કોન્ટ્રાકટરની તોડફોડ

વાંકાનેર: તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં અગાઉ મજૂરીનો કોન્ટ્રાક્ટ રાખી કામ કરતા કોન્ટ્રાકટર સહિત ચાર ઈસમોએ બાકી પૈસાની લેણી મામલે અજાણ્યા આઠ માણસો સહિત કારખાનાના કર્મચારીઓને ડરાવી ધમકાવી તોડફોડ કરી આઇસર વાહનમાં કિંમતી સમાન ભરી નાસી જવાનો પ્રયાસ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમાનને કારખાના બહાર જતા અટકાવી આ મામલે કારખાનેદારની ફરિયાદ પરથી 12 ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ ક્રુશો ગ્રેનીટો પ્રા. લી. નામના કારખાનામાં મજૂરી કોન્ટ્રાક્ટના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે ગત તા. ૨૬/૧૨ ના રોજ અગાઉ મજૂરી કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા ભીષ્મ પાન્ડે, પ્રકાશભાઈ ભરવાડ, શશીપ્રકાશભાઈ સહિત 8 અજાણ્યા ઇસમોએ મજૂરીના બાકી રૂપિયા લેવા માટે આઇસર વાહન નં. GJ-23-Y-7412 સાથે કારખાનામાં બળજબરીપૂર્વક પ્રવેશ કરી કારખાનેદારની ગેરહાજરીમાં આરોપીઓએ ત્યાં હાજર કર્મચારીઓને ડરાવી-ધમકાવી કારખાનામાં તોડફોડ કરી હતી, તેમજ કિંમતી સામાન આઇસર વાહનમાં ભરી કારખાનેદારને અંદાજે રૂ. 75 લાખ જેટલી નુકસાની પહોંચાડી હતી, જેથી આ મામલે કારખાનેદાર આનંદભાઈ રમેશભાઈ વાધડીયા (રહે. મોરબી) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં 12 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!