કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વોરા સમાજના જમાતખાનામાં બેસવા બાબતે બબાલ

વોરા સમાજના જમાતખાનામાં બેસવા બાબતે બબાલ

આંગળીઓમા બટકા ભરી ઇજા કરી દાઢી ખેંચી પછાડયા

ગાળો બોલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ

વાંકાનેર: અહીં રૂગનાથજી શેરીમાં આવેલ વોરા સમાજના જમાતખાનામા જમતા હોય જે જગ્યાએ બેસવા બાબતે બે જણા વચ્ચે બોલાચાલી થયેલ અને ઝપાઝપી કરી ફરિયાદીના જમણા હાથની આંગળીઓમા બટકા ભરી ઇજા કરી દાઢી ખેંચી પછાડી દઈ ગાળો બોલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી મે જીલ્લા મે.જી.સા.ના હથીયાર બંધીનો ભંગ કરવાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર દિવાનપરા ઇંદ મસ્જીદ પાસે રહેતા અને પતાળીયા રોડ ઉપર આરતી સોડા નામની દુકાન ધરાવતા હુશેનભાઇ મહમદહુશેન વેદ દાઉદી વોરા (ઉ.વ.૩૯) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા: ૧૧/૦૩/૨૦૨૬ ના રાત્રીના હુ તથા મારી પત્ની બતુલબેન તથા મારો દિકરો બુરાહાનદિન રોજા મહીનો હોય, રૂગનાથજી શેરીમાં આવેલ જમાતખાના ખાતે જમણવાર હોઈ ત્યાં ગયેલ હતા અને હું તથા અલીઅસગરભાઈ તથા મારો ભાઇ બાકીરભાઇ તથા હુશેનભાઇ અને ઇરફાનભાઇ જમાતખાનામાં જમતા હતા, આ દરમ્યાન મુર્તુજા મુસ્તાકભાઇ હાથી અમારી પાસે આવી મને કહેલ કે ‘ઝડપથી આ જગ્યાથી ઉભા થાવ અમારે જમવા બેસવુ છે’. મેં તેને કહેલ કે ‘થોડીવારમાં ઉભા થાઇ છીએ’ અને મેં તેને કહેલ કે ‘હવે પાછો કહેવા આવતો નહી’ જેથી આ મુર્તુજા અમારી સાથે જીભાજોડી કરવા લાગેલ અને

‘બહાર આવ’ તેમ કહેતા મારો ભાઈ બાકીર ત્યા બહાર જતા તેની સાથે આ મુર્તુજા ગાળાગાળી કરવા લાગેલ’ જેથી હું તથા મારી સાથેના માણસો ત્યાં અને આ મુર્તુજાને સમજાવેલ પરંતુ તે સમજેલ નહી અને મારી સાથે જપાજપી કરવા લાગેલ અને મારા જમણા હાથની આંગળીઓ ઉપર બટકા ભરેલ અને મને પાછળથી આ મુર્તુજાના કાકા અબ્બાસભાઇ અસગરઅલી હાથી તેણે મારી દાઢી પકડી વાળ ખેંચી પાડી દિધેલ અને આ વખતે મુર્તુજા એક છરી લઈ આવી મને બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને મારવા માટે દોડતો હોય જેથી માણસો વચ્ચે પડતા આ બંને કાકો ભત્રીજો ત્યાંથી જતા રહેલ. મને હાથમાં લોહી નિકળેલ હોય જેથી સારવારમાં મને તાહેરભાઈ ઘીયાવડવાળા સરકારી હોસ્પીટલે લઈ ગયેલ હતા, પોલીસ ખાતાએ ઉપરોક્ત બે જણા સામે ગુન્હો બી.એન.એસ કલમ ૧૧૫(૨),૩૫૨, ૩૫૧(૨)(૩), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!