કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

સિંધાવદર પાસે એક ટ્રક બીજા ટ્રક સાથે અથડાયો

વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો હતો, બીજા બનાવમાં સિંધાવદર પાસે ટ્રક અન્ય ટ્રકની સાથે અથડાવવાનો અકસ્માત બનાવ બન્યો હતો…

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના પંચાસીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા લાલજીભાઈ સોમાભાઈ મકવાણા (ઉ.૩૯) ને કામ દરમિયાન સફેદ કલરનો સાપ કરડી ગયો હતો, તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતા….
બીજા બનાવમાં રોહિતભાઈ અરૂણસિંગ પારગી નામના ૨૧ વર્ષના યુવાનને ટ્રક લઈને જતા સમયે વાંકાનેરના સિંધાવદર પાસે અન્ય ટ્રકની સાથે અકસ્માત બનાવ બન્યો હતો જેથી ઇજા થયેલી હોય મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો અને

ત્યાં પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે, યુવક હળવદ ખાતે રહેતો હોવાની માહિતી મળેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!