એક પકડાયો: બે જણા ભાગી ગયા
વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીની સીમમાં પોલીસ ખાતાએ રેઇડ કરી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા શખ્સને પકડેલ છે, જ્યારે બે જણા ભાગી ગયેલ છે અને રૂ.૬૭, ૨૫૦/- નો મુદ્દામાલ પકડેલ છે…
જાણવા મળ્યા મુજબ કોટડાનાયાણી ગામની આંકડીયા નામે ઓળખાતી સીમમા નદીના કાંઠે ડેમની નજીક ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૫૦ કિ.રૂ. ૩૭૫૦/- તથા ઠંડો આથો લીટ ૨-૧૮૪૦ કિ.રૂ.૪૬,૦૦૦/- તથા દેશી દારૂ લીટર-૬૫ કી.રૂ.૧૩,૦૦૦/-તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.૪૫૦૦/- મળી કુલ કી.રૂ.૬૭, ૨૫૦/- ના મુદ્દામાલ સાથે
શકિત જંયતીભાઈ સોંલકી દેવીપુજક રહે. કોટડાનાયાણી વાળો ઓળખાય જઈ તથા તેની સાથે બીજા બે અજાણ્યા માણસો મળી કુલ ત્રણ માણસો સ્થળ પરથી નાસી જઈ ગુન્હો પ્રોહિબીશન એક્ટ કલ૬૫ બી સી ડી ઇએફ, ૮૧ મુજબ વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અનાર્મ પો.કોન્સ. અજયસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા, એ.એસ.આઈ.ચમનભાઈ ડાયાભાઈ ચાવડા, પો.કોન્સ.અશ્વિનભાઈ પ્રકાશભાઈ રંગાણી તથા કૌશીકભાઈ રતીલાલ પટેલ દ્વારા નોંધાયો છે….