કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માટેલ પાસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડાઈ

માટેલ પાસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડાઈ

જામસરના યુવાનને અકસ્માતમાં ઇજા

વાંકાનેર: તાલુકાના માટેલ ગામથી વિરપર ગામ તરફ જવાના રસ્તે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પોલીસ ખાતાએ એક શખ્સની ધરપકડ કરી છે. બીજા બનાવમાં જામસરના યુવાનને અકસ્માતમાં ઇજા થઇ હતી….

જાણવા મળ્યા મુજબ માટેલ ગામથી વિરપર ગામ તરફ જવાના રસ્તે અરમાનો સીરામીકની બાજુમા ખરાબામાં દેશી દારૂ બનાવવાનો આથો ગાળી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ પકડાયો છે. પોલીસ ખાતાએ માટેલના બળદેવભાઈ કેશરભાઈ ધેણોજાને પકડી રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૫૦ કિ.રૂ, ૧૨૫૦/- તથા દેશી દારૂ લીટર-૦૪ કી.રૂ.૮૦૦/- તથા ભઠ્ઠીના સાધનો કિ રૂ.૨૫૦/-મળી કુલ કી.રૂ.૨૩૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો પ્રોહિબીશન એક્ટ કલ૬૫(બી) (સી)(ડી)(ઈ)(એફ) મુજબ નોંધેલ છે, કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અના.પો.કોન્સ રાજેશભાઈ ફુલાભાઈ પલાણી તથા પો.કોન્સ.બ્રીજેશભાઈ બોરીચાદ્વારા કરવામાં આવી હતી…વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળોજામસરના યુવાનને અકસ્માતમાં ઇજા
વાંકાનેર હાઈવે મકનસર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા નિલેશભાઈ જગદીશભાઈ સારલા (ઉ.૨૨) રહે. જામસર તા.વાંકાનેરને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવેલ હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!