કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

માથક પાસે ઈનોવા કારમાં દેશી દારૂ ઝડપાયો

ભાટીયા સોસાયટીના શખ્સની ધરપકડ

સરતાનપર રોડ પર ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

વાંકાનેર: હળવદ તાલુકાના માથક – કડીયાણા રોડ ઉપરથી ઇનોવા કારમાંથી ૫૧૫ લીટર દેશી દારૂ કિ.રૂ. ૧,૦૩,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૦૩,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીને હળવદ પોલીસે પકડી પાડયો છે.
હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના માથક કડીયાણા રોડ ઉપરથી એક ઇનોવા ગાડીમાંથી ૫૧૫ લીટર દેશી દારૂ કિ.રૂ. ૧,૦૩,૦૦૦/- તથા ઇનોવા કાર મળી કુલ કિ.રૂ. ૬,૦૩,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી

હિતેશ ઉર્ફે રાધવ ભરતભાઈ મકવાણા રહે. વાંકાનેર ભાટીયા સોસાયટી, ત્રીલોક ધામ-૧. તા વાંકાનેર વાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય ત્રણ શખ્સો જયંતી દેવશીભાઇ ચૌહાણ રહે. ગામ ચિરોડા તા ચોટીલા

તથા ફરીદાબેન જયંતીભાઇ ચૌહાણ રહે. ગામ ચિરોડા તા ચોટીલા અને સંજય ઉર્ફે અમરાભાઇ શામજીભાઈ જજવાડીયા રહે. ત્રાજપર જી.મોરબીવાળાનુ નામ ખુલતા કુલ ચાર શખ્સો વિરુદ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છાસરતાનપર રોડ પર ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ ટીટા સેનેટરી વેર કારખાનાના ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા મહમદ મુર્તુજા છોટન અંસારી (ઉ.વ.૨૮) નામના યુવાને લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો ફરજ પરના તબીબે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!