કુંભારપરામાં અજાણ્યા વ્યક્તિએ માર મારતા યુવાન સારવારમાં
વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક આંબેડકરનગરમાં રામાપીરના મંદિર પાસે રમણભાઈની વાડીમાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (50)
અને તેઓના પત્ની નયનાબેન નરેશભાઈ સોલંકી (39) ઉપર તા. 21/6 ના રોજ રાત્રીના સવા દસ વાગ્યાની આસપાસ ઋત્વિક, રોબિન
રમેશભાઈ અને કૌશલ તેમજ અજાણ્યા શખ્સે કોઈ કારણોસર ઝઘડો કરીને પાઇપ તથા લાકડી વડે હુમલો કર્યો હતો અને દંપતીને માર
માર્યો હતો જેથી દંપતીને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની વાંકાનેર સિટી
પોલીસને જાણ કરી છે અને વધુમાં નરેશભાઇના ભત્રીજા પાર્થભાઈ જયંતીભાઈ સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, સામે વાળા તેના
કાકાની પાડોશમાં જ રહે છે જો કે, મારા મારી કયા કારણોસર થયેલ છે તેની તેને કોઈ જાણ નથી.
કુંભારપરામાં અજાણ્યા વ્યક્તિએ માર મારતા યુવાન સારવારમાં
વાંકાનેરના કુંભારપરામાં રહેતા જીવનભાઈ ભરતભાઈ રાઠોડ (20) તા. 21/6 ના રાત્રીના નવા વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ઝઘડો કરીને ઈટ તથા પાઇપ વડે માર માર્યો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે