કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચેક રિટર્ન કેસમાં કોર્ટે સજા ફટકારી

ફરિયાદી જોધપરના ઇસ્માઇલને જીજ્ઞેશ કોઠારીએ મુળ રકમ પરત કરવા હુકમ

વાંકાનેર ખાતે ફરીયાદી ઇસ્માઇલ હાજીભાઇ શેરસીયા (મીરાભાઈ)એ વાંકાનેર કોર્ટમાં પ્રોસક્રીપ્ટોના પ્રોપરાઇટર જીજ્ઞેશ પી. કોઠારી સામે ક્રીપ્ટો કરન્સીના વ્યવહારમાં રકમ પરત આપવા આપેલ ચેક રિટર્ન થતાં બાબતે ફરીયાદ કરતા વાંકાનેર કોર્ટે આરોપી જીજ્ઞેશ કોઠારીને એક વર્ષની સજા અને મુળ રકમ ફરિયાદીને પરત કરવા હુકમ કર્યો છે…

મળેલ માહીતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામના રહેવાસી અને કરીયાણાના છુટક વેપાર ધંધા સાથે સંકળાયેલ ઇસ્માઇલ હાજીભાઇ શેરસીયા (મીરાભાઇ)એ વાંકાનેર કોર્ટમાં ફરીયાદ કરી હતી કે, પ્રોસ ક્રીપ્ટોના પ્રોપરાઈટર જીજ્ઞેશ પી. કોઠારી ક્રીપ્ટો કરન્સીમાં એડવાઇઝર અને એજન્ટ હોય જેથી તેણે ફરિયાદીને રોકાણ કરવાનું કહી રૂ.૪,૫૦,૦૦૦/- રોકાણના નામે મેળવેલ હતા. અને આ રકમ ત્રણ માસ બાદ પરત આપવાની કહી રોકાણની રકમ લીધેલ હતી.


જયારે સમય થતા ફરીયાદીએ મુક્ત રકમની માંગણી કરતા આરોપીએ તેના ખાતાનો ચેક ૨કમ રૂ.૪,૫૦,૦૦૦|- ફરીયાદીને આપેલ જયારે ફરીયાદી મીરાભાઇએ ચેકની રકમ વસુલ મેળવવા બેન્કમા ચેક જમા કરતા આ ચેક રીટર્ન થયેલ હતો. ત્યારબાદ ફરીયાદીએ ચેકની રકમ ન મળતા કાયદેસર કાર્યવાહી કરી વાંકાનેર કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી.

સત્યમ હોસ્પિટલમાં કાલે ફૂલ બોડી ચૅકઅપ રૂ. 300 માં

સદરહું ફરીયાદ વાંકાનેર કોર્ટમા ચાલી જતા વાંકાનેર કોર્ટના જજ એસ. કે.પટેલ સાહેબએ ફરીયાદીના સીનીયર વકીલશ્રી એસ. વી. પરાસરા, એસ. કે. પીરઝાદા, એ. વાય. શેરસીયાની કાયદા અનુસંધાને રજુઆતો સાંભળી ફરીયાદી કેસ પુરવાર કરતા હોય પરીણામે આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂા.૪,૫૦,૦૦૦/- વળતર ચુકવવાનો હુકમ કર્યો છે….

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!