યસ માર્કેટીંગના પ્રોપરાઇટરના પૈસા સલવાયા છે
વાંકાનેર: પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટ વાંકાનેરમાં ફોજદારી કેસ નંબર ૧૧૪૭/૨૦૧૭ ધી નેગોયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ તથા ૧૪૨ મુજબની ફરીયાદ થયેલ, જેમા આરોપીને હાજર થવા ફરમાન આપવામાં આવેલ. આરોપીને બજવણી થયેલ હોવા છતા આ કામનો આરોપી નામદાર કોર્ટના નિર્દેશ કરેલ સ્થળ તથા સમયે હાજર નહી થઇ નામદાર કોર્ટના હુકમની અવગણના કરી ગુન્હો કર્યાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટ વાંકાનેરના સીનીયર ક્લાર્ક હરદેવસિંહ વેલુભા ગોહીલ (ઉ.વ. ૩૩) વાળાએ ફરીયાદ લખાવેલ છે કે અત્રેની કોર્ટમાં ફોજદારી કેસ નંબર ૧૧૪૭/૨૦૧૭ ધી નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ તથા ૧૪૨ મુજબની ફરીયાદ વાળા કેસ યસ માર્કેટીંગના પ્રોપરાઇટર મોહમદ પરવેજ હુસેનભાઈ ખોરજીયા રહે.વાંકાનેર વાળાએ નોંધાવેલ ફોજદારી કેસના આરોપી
શયોના એન્ટરપ્રાઇઝના અશ્વીન રાવ, રહે. વડોદરા વાળા આરોપી સામે ફરીયાદ કરેલ, જે ફરીયાદના નામદાર કોર્ટ દ્રારા હુકમ કરેલ જેઅન્વયે નામદાર કોર્ટમાં હાજર થવા ફરમાવામાં આવેલ. આ કામના આરોપીને સી.આર.પી.સી. ૮૨ મુજબનુ ફોર્મ નંબર- ૪ તા.૧૨/૦૩/૨૦૨૦ વાળા જાહેરનામામાં તા. ૧૮/૩/૨૦૨૦ ના રોજ ધારાસર બજવણી થયેલ છે. આરોપીને બજવણી થયેલ હોવા છતા અત્રેની
કોર્ટમાં મુદત સમયે હાજર નહી રહી કોર્ટના હુકમનો અનાદર કરેલ છે અને આરોપી ઈ.પી.કો કલમ ૧૭૪/૧૭૪એ મુજબનો પ્રથમ દ્રષ્ટ્રીએ ગુન્હો કરેલ હોય તા. ૧૪/૧૦/૨૦૨૪ ના રોજ હુકમ કરી ફરીયાદી તરીકે અધિકૃત કરેલ હોય જેથી નામદાર કોર્ટના હુકમ મુજબ આ કામના આરોપી વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-૨૦૨૩ ની કલમ ૨૦૯ મુજબ ધોરણસર થવા ફરીયાદ છે. લગતનો હુકમ, તથા ફોર્મ
નંબર-૪ સી.આર.પી.સી.-૮૨ મુજબનુ ફોર્મ જેમા આરોપીને બજવણીની શેરાવાળી પ્રત, તથા પુરશીશ તથા પ્રસિધ્ધનો ઝેરોક્ષ નકલ, પ્રોસેસની બજવણી અંગેના પત્રની નકલ તથા માર્ક-૧૬/૧ થી આરોપીને હાજર થવા ફરમાનની ન્યુઝ પેપરમાં આપેલ નકલ, વિગેરે કોર્ટના સાધનીક કાગળો નકલમાં રજુ કરેલ છે…
પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-૨૦૨૩ ની કલમ ૨૦૯ મુજબ નોંધી આરોપીને પકડવાની તજવીજ શરુ કરી છે…