વાંકાનેર: તાલુકાના લુણસર ગામના એક શખ્સે પોતાની દીકરીને ભગાડી લઇ ગયેલ છોકરાના પિતાને ત્યાં વાંકાનેર આવી માર માર્યાની ફરિયાદ થઇ છે.
ઓરકે સીરામીક કારખાનામાં નોકરી કરતા વિષ્ણુભાઈ રમેશભાઈ જોલાપરા જાતે કોળી (ઉ.૨૪) રહે. હરિપાર્ક સોસાયટી વાંકાનેર વાળાએ ફરીયાદ લખાવેલ છે કે ગઇ કાલે રાત્રીના ફરિયાદી તથા તેમના પિતા રમેશભાઈ તથા માતા ચેતનાબેન ઘરે હતા, દરમ્યાનમાં લુણસર ગામના સંજયભાઈ વસીયાણીએ ફરિયાદીના પિતાને બજારમા બોલાવેલ અને પોતે પણ બહાર નીકળેલ. સંજયભાઈ વસીયાણી સાથે અન્ય અજાણ્યા માણસો આવેલ હતા અને તેને પિતાને વાત કરેલ કે ‘તમારો દિકરો વિશાલ મારી દિકરી સૂષ્ટીને ભગાડી લઈ ગયેલ છે. તમે મારી
દિકરીને પાછી આપી દો એટલે અમે અહીથી જતા રહીશુ’ પિતાએ તેમને કહેલ કે ‘તમારી દિકરીને મારો દિકરો કયા લઈ ગયેલ છે તે મને ખબર નથી તે મળી આવશે તો તમને આવીને આપીશ’ દરમ્યાન તેની સાથે આવેલ બે અજાણ્યા માણસો ફરિયાદીને તથા તેમના પિતાને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ. ના પાડતા સંજયભાઈએ ત્યાં બજારમા પડેલ લાકડાનુ બેટ હાથમા લઈ ડાબા પગના નળાના ભાગે
મારેલ અને બે અજાણ્યા માણસોએ ઢીકા પાટુનો માર મારેલ. દેકારો થતા ફરિયાદીના મમ્મી, ફેબા ગૌરીબેન અને પાડોશી મીત્ર રવિભાઈ મનીષભાઈ ડાભી બહાર નીકળેલ અને તે છોડાવવા માટે પ્રયત્ન કરતા તેને ઢીકાપાટુનો માર મારવા લાગેલ. મીત્ર રવિભાઈને અજાણ્યા માણસોએ ધક્કો મારતા તેનુ મોઢુ બજારમા દિવાલ સાથે અથડાતા તેને જમણી આંખ ઉપર મુંઢ ઈજા થયેલ છે. ઈજાગ્રસ્ત સરકારી હોસ્પીટલમાં દાખલ થયેલ છે.