ઉલ્ટી થતા મોઢે હાથ રાખી શરીરની અંદર જ ગળી ગયો હતો
વાંકાનેર: વાંકાનેર- કુવાડવા રોડ પર સૂર્યારામપરા પાસે આવેલી ફિશફા નામની કેમિકલની ફેકટરીમાં કામ કરતો મૂળ એમપીનો સૌરભ પ્રમોદભાઈ બંસકાર (ઉ.24) નું ફેકટરીમાં ગૂંગળામણને કારણે મૃત્યુ નીપજ્યુ હતું.
મૃતક કંપનીમાં સાફ-સફાઈનું કામ કરતો હતો. ગઈ કાલે સવારે આર એન્ડ ડી વિભાગમાં સાફ-સફાઈ કરતી વખતે એકાએક ગૂંગળામણથી બેભાન થઇ જતા 108 ને જાણ કરાઈ હતી. જેના તબીબે મૃત જાહેર કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે તેને ઉલ્ટી થતા મોઢે હાથ રાખી શરીરની અંદર જ ગળી ગયો હતો, જેના કારણે અન્નનો ભાગ ફેફસામાં ચાલ્યો જતા ગૂંગળામણ થતા મૃત્યુ થયાનો તબીબોએ પ્રાથમિક અભિપ્રાય આપ્યો છે.