કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બામણબોરમાં કેમિકલ યુક્ત પાણીથી ઘઉંના પાકનું નિકંદન

બામણબોરમાં કેમિકલ યુક્ત પાણીથી ઘઉંના પાકનું નિકંદન

ડુંડીમાં એકપણ દાણો ન આવ્યો

પ્રદૂષિત પાણીથી બેટી નદી ઝેરીલી બની
કલેકટર-મામલતદાર-ટીડીઓ- પ્રદૂષણ વિભાગને રજૂઆત છતાં કોઇ પગલા નહીં

રાજકોટ જિલ્લાના બેટી રામપર ગામે આવેલ ખેડૂતોનો શિયાળુ પાક ફેલ થયો છે. ઘઉંમાં એક પણ ઘઉંનો દાણો જોવા નો મળ્યો હતો આજે રાજકોટના રામપરા બેટી ગામના ખેડૂતે ઉગ્ર રજૂઆત કરી હતી અને મીડિયાના માધ્યમથી રામપરના ખેડૂતો પોતાની વરાળ કાઢી હતી. 30 થી 40 ખેડૂતોએ પોતપોતાના વાડીમાં ઘઉં મકાઈ લીલો ઘાસચારો વગેરે પાક વાવ્યા હતા. ત્યારે રાજકોટ જિલ્લાના બામણબોર ગામના ઇન્ડસ્ટ્રીઅલ એરિયો આવેલો છે જેમાં આર.કે જોન અને બામણબોરમાં જીઆઇડીસી આવેલું છે તેમાંથી 8 થી 10 કારખાનાઓમાંથી કેમિકલ મુક્ત પાણી છોડવામાં આવે છે જે ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટમાંથી પસાર થઈને વોંકડળામાં એરપોર્ટમાં ગ્રાઉન્ડમા ટર્મિનલની બાજુમાંથી બાજુના જે કારખાનામાંથી કેમિકલ બને છે તે એરપોર્ટની બાજુમા થઇ નદીમાં વોકળામાંથી બેટી નદીમાં પ્રદુષણ પાણી છોડવામાં આવે છે ત્યારે બેટી નદીમા વેણમાં અને બેટી નદીમાં પ્રદુષણ પાણી અને ગંદુ પાણી બેટી નદીમાં ઠાલવવામાં આવે છે.

રામપર ગામના ખેડૂતો બેટી નદીમાંથી સીસાઈ માટે પાણીનો ઉપયોગ કરે છે અને મોટર દ્વારા પિયત માટે બેટી નદીમાંથી ખેડૂતો પાણીનો ઉપયોગ કરે છે લગભગ 30 થી 40 ખેડુતો બેટી નદીમાંથી પાણીનો ઉપયોગ કરે છે ત્યારે જે પાણી આવે છે તે ઝેર જેવું લાગે છે અને પ્રદુષણ અને ગંદુ પાણી હોવાથી પોતાના વાવેલા ઘઉં મકાઈ ઘાસચારો વગેરે અને ભારે નુકસાન થયેલ જેથી તમામ વાવેલા ઘઉંમાં એક પણ દાણો ડૂંડીમાં એક પણ દાણો નથી તમામ ગામના ખેડૂતો આજે મીડિયા સમક્ષ પોતાનો વરાડ કાઢી હતી. 18 થી 20 દિવસ પહેલા રજૂઆત કરવા છતાં કલેકટર મામલતદાર પ્રાત અધિકારી ટીડીઓ અને પાણી પુરવઠવા વિભાગ અને પદૂષણ વિભાગ જાણ કરવામાં આવી હતી લેખિત તથા મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા આજે તમામ ગામના સરપંચ વિજયભાઈ ભલગામડીયાની સાથે રાખીને 30 થી 40 ખેડુતે પોતાના વાડીએ જઈને સરપંચની બતાવ્યું હતું કે અમારી વાડીમાં ઘઉમાં એક પણ દાણો જોવા નો મળ્યો હતો ત્યારે ત્યારે સરપંચે જણાવ્યું હતું કે ખેડૂતોને આ પદૂષણ વિભાગ તાત્કાલિક ધોરણે પોતાનું ગંદુ પાણી ઝેરી પાણી નીકળે છે તેને તાત્કાલિક ધોરણે બામણબોર જીઆઈડીસી માંથી કારખાનામાં ઝેરી મુકતા પાણી બંધ કરે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રદૂષણ વિભાગ આવીને ખેડૂતોને ન્યાય મળે અને જે કારખાનામાંથી જે પ્રદૂષણ પાણી ઝેર કાઢે છે તેને તાત્કાલિક બંધ કરાવે અને ખેડૂતોને પોતાના વાડીએ જઈને સર્વે કરાવે એવી ખેડૂતોની માંગ ઉઠી છે.

નુકસાન થયેલ ખેડુતના નામ કાનાભાઈ ડાંગર સામતભાઈ રમેશભાઈ ભલ ગામડીયા મગનભાઈ ભલગામડીયા નીતિનભાઈ મુન્નાભાઈ મુન્નાભાઈ રાઠોડ મેરામભાઇ ભલ ગામડિયા કાળુભાઈ ડુંગરેસીયા રાવત ભાઈ ડુંગરેસીયા નિર્મળભાઈ દાનાભાઈ ચેલાભાઈ પોપટભાઈ મુન્નાભાઈ નાજાભાઇ જગાભાઈ કાળુભાઈ વજાભાઈ રમેશભાઈ બાબુભાઈ સાગરભાઇ કિશનભાઇ ડાંગર વગેરે ખેડૂતોની ઘઉંનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોને મંગા ભાવના વાવેલ ઘઉં પોતાને પરિવાર પરિવાર માટે ઘઉં આવેલ હોય ત્યારે ઝેરી પાણી ના અભાવે ઘઉમાં એક પણ દાણો સડેલ નથી ત્યારે 70 થી 80,000 ની ખેડૂતોએ મોંઘા ભાવની બિયારણ દવા વીજળી બિલ ખાતર વગેરે ખાસો કરીને પોતાના વાવેલ અનાજ ઘઉં થયેલ નથી તો તાત્કાલિક ધોરણે રામપરા ગામના તમામ ખેડૂતોએ સર્વ કરીને તાત્કાલિક ધોરણે આવા કારખાનામાંથી ઝેરી પાણી બંધ કરાવે એવી ખેડૂતોની અને સરપંચોને માંગ ઉઠી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!