કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પાલિકા કચેરીમાં લેડીઝ રૂમની ફાળવણીની માંગ

જેમાં ટોઇલેટ – બાથરૂમ સહિતની વ્યવસ્થા જરૂરી

વાંકાનેર: નગરપાલિકા વોર્ડ નં. ૨ ના સદસ્ય અને મહિલા કોંગ્રેસ સમિતી – વાંકાનેર શહેરના પ્રમુખ નગરપાલિકાના જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણે શ્રીમતી ડિમ્પલબેન સોલંકી પ્રમુખ તથા ચીફ ઓફિસર સમક્ષ આજે ૮ માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે મહિલા સદસ્યો તથા મહિલા સ્ટાફ માટે લેડીઝ રૂમ અને તમામ સદસ્યો માટે બેઠક રૂમની ફાળવણીની માંગણી
કરી છે….
લેખિત પત્રમાં એમણે જણાવ્યું છે કે સરકારી કચેરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓ માટે લેડીઝ રૂમની વ્યવસ્થા કરવી એ જરૂરી હોય છે. જેમાં મહિલાઓ માટે પીવાના પાણી, ટોઇલેટ – બાથરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હોય છે. વાંકાનેર નગરપાલિકાના ૫૦% એટલે કે ૧૪ સદસ્યો મહિલાઓ છે. તેઓ નાગરિકોના કામ માટે નગરપાલિકા કચેરી ખાતે આવતા હોય છે. તેમને ઘણી વખત લાંબો સમય બેસવુ પડતું હોય છે, મહિલા તરીકે તેઓ કોઈ અધિકારી કે પદાધિકારીની ઓફિસમાં લાંબો સમય સુધી બેસી ન શકે. ઉપરાંત વાંકાનેર નગરપાલિકામાં મહિલા સ્ટાફ પણ છે, તેમને પણ ઘણી વખત સેનેટાઈઝેશન- પ્રાઈવસીની જરૂર હોય છે…
વાંકાનેર નગરપાલિકાના મહિલા સદસ્યો તથા મહિલા સ્ટાફની સેનેટાઈઝેશન, પ્રાઈવસી, ઈજ્જત, આબરૂ અને માભો જળવાઈ રહે તે સુનિશ્ચિત થવી જોઈએ, નગરપાલિકાના પ્રમુખશ્રી પોતે એક મહિલા છે ત્યારે, આજે ૮ માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમારી માંગણી છે કે નગરપાલિકા કચેરી ખાતે લેડીઝ રૂમની ફાળવણી કરવામાં આવે અને પીવાના પાણી અને ટોઇલેટ – બાથરૂમ સહિતની વ્યવસ્થા સાથેના બેઠક રૂમની ફાળવણી કરવામાં આવે…
આ પત્રમાં વાંકાનેર નગરપાલિકાના મહિલા સદસ્યો એકતાબેન હસમુખભાઈ ઝાલા, કુલસુમબેન રજાકભાઈ તરિયા અને પાલિકા કચેરીમાં લેડીઝ રૂમની ફાળવણીની માંગ સુરેલાએ પણ સહી કરી સૂર પુરાવ્યો છે. પત્રની નકલ (૧) શ્રી પ્રાદેશિક કમિશ્નર- નગરપાલિકાઓ, રાજકોટ ક્ષેત્ર, રાજકોટ અને (૨) શ્રી પ્રાંત અધિકારી, વાંકાનેરને પણ રવાના કરવામાં આવી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!