મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમત લાગી
મોરબી: અહીં મામલતદાર કચેરીમાં સર્વીસ કરતા નાયબ મામલતદાર જયદિપસિંહ ઝાલાએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કું.માંથી મેડીકલ વિમો ઉતરાવેલ હતો. તેઓને પગની તકલીફ થતા વિમા કાં.એ વિમો આપવાની ના પાડતા તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઈસ દાખલ કરેલ ગ્રાહક અદાલતે વિમા કંપનીએ જયદિપસિંહ ઝાલાને રૂા. ૨,૬૩,૬૨૭ તથા રૂા. ૭,૦૦૦ અન્ય ખર્ચના ૬ ટકા વ્યાજ સાથે તા. ૧૨-૮-૨૪ ના રોજથી ચુકવવાનો આદેશ કરેલ છે…આ કેઈસની જાણવા મળેલી વિગત એવી છે કે, નાયબ મામલતદાર જયદિપસિંહ એસ. ઝાલાએ મેડીકલ પોલીસી સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કકું. પાસેથી લીધેલી હતી.તેમને જમણા પગમાં હીપ રીપ્લેસમેન્ટની કરિયાદ હોઈ અમદાવાદની આલોક હોસ્પીટલમાં દાખલ થયેલ અને ત્યાં સારવાર કરાવેલી હતી.તે સારવારનું બીલ રૂા.૨,૬૩,૬૨૭ આવેલ.આ બીલના તમામ કાગળો વિમા કંપનીને
સમય મર્યાદામાં આપેલ.પોલીસીમાં એવુ જણાવેલ છે કે કુટુંબનો કોઈપણ સભ્ય બીમાર પડે તો વિમા કંપનીએ રકમ ચુકવવી.તેના બદલે ખુદ વિમા કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કાં. એ ગ્રાહકને વિમો ચુકવવાની ના પાડેલ.જેથી વિમેદારએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં જતાં મોરબી ગ્રાહક તકરાર નિવારણ અદાલતે
વિમા કંપનીને જયદિપસિંહ ઝાલાને રૂા.૨,૬૩, ૬૨૭ અને રૂા.૭,૦૦૦ ખર્ચના મળી કુલ રૂા.૨,૭૦,૬૨૭ તા.૧૨-૮-૨૪ થી ૬ ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે વિમો લેતા પહેલા તમામ વિગતો અને નિયમોની જાણકારી મેળવી લેવી જરૂરી છે.છતાં કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામ મહેતા (મો.૯૯૦૪૭૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે…