દીઘલિયા અને શેખરડીની શાળામાં સમજ અપાઈ
મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ તેમજ રોગ નિયંત્રણ અધિકારી ડો.બાવરવા સાહેબની સુચના મુજબ ટીએચઓ ડો.આરીફ શેરસિયા અને પ્રા. આ. કેંદ્ર –દલડીના મેડિકલ ઓફિસર ડૉ .સહિના મેડમ તેમજ ડો.આયુષ એમ. ઓ. ડૉ. બોચિયા સાહેબ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇજર વી.એચ. માથકિયાની સુચનાથી દલડી પી.એચ.સીના જુદા જુદા ગામો ખાતે ચોમાસુ રૂતુ દરમ્યાન પાણીજન્ય અને
વાહકજન્ય રોગચાળો અટકાવવા માટે સર્વેલંન્સ કામગીરી હાથ ધરવામા આવી. જેમા પી.એચ.સી. ના તમામ સ્ટાફ દ્રારા તથા આશા બહેનો દ્રારા ઘરે ઘરે એબેટ કામગીરી અને બળેલ ઓઇલ કામગીરી તેમજ દિઘલિયા અને શેખરડી પ્રા. શાળામાં વિદ્યાર્થીને રોગચાળા બાબતે આરોગ્ય શિક્ષણ આપીને ચોમાસામાં ફેલાતા રોગ જેવા કે મલેરીયા, ડેન્ગ્યુ, ચાંદીપુરા જેવા રોગ વિશે સમજ આપવામાં આવેલ છે…