લોકોમાં સેવાકીય પ્રવૃત્તિની પ્રસંશા
વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા દાતાઓના સહયોગ થકી શિયાળાની શરૂઆતમાં આવતા દિવસની કડકડતી ઠંડીમાં ઉપયોગી થાય તેવા આશયથી જરૂરીયાત મંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળનાં
સભ્યો રવિભાઇ લખતરીયા, વિજયભાઈ લખતરીયા, કિશોરસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ લખતરિયા, જીજ્ઞેશભાઈ પિલોજપરા, કિશનભાઇ પરમાર , મેહુલભાઈ લખતરીયા, લાલાભાઈ ગોહેલ, રુદ્ર, માહિર, જેનીલ વગેર સભ્યો દ્વારા રાત્રિ નાં 1 વાગ્યા સુધી વાંકાનેરનાં અલગ અલગ વિસ્તારોમાં જઈને જરૂિયાતમંદોને ધાબળા આપવાની કામગીરી કરવામાં આવી હતી, તેમજ
શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા જણાવવામાં આવેલ છે કે જો આપની આસપાસ કોઇ જરૂિયાતમંદ વ્યકિત હોય તો રવિભાઈ લખતરીયાને મો.9824193274 ઉપર સંપર્ક કરવો; જેથી શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળના સભ્યો જરૂરિયાત મંદ લોકોને ઠંડીથી બચવા ધાબળા પહોંચાડી આપશે. લોકોમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળની આ સેવાકીય પ્રવૃત્તિની પ્રસંશા થઇ રહી છે….