વાંકાનેર: આજરોજ તા.10/04/2025 ને ગુરુવાર ના રોજ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર (AAA GROUP WANKANER) દ્વારા હર હંમેશની જેમ આજના ખાસ દિવસ નિમિતે એટલે કે પ્રભુશ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના ખાસ દિવસ નિમિતે વાંકાનેરના 

ખાસ અને નામાંકિત સ્થળ એવા ચાવડી ચોક ખાતે સવારે 10.30 કલાકથી શુદ્ધ ઘી ના બુંદીના લાડવાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર તાલુકા અને શહેરની તમામ જનતાનો અભુતપૂર્વ પ્રતિસાદ મળવા બદલ લાડવા વિતરણ બપોર ના 1 કલાક ને બદલે 12.15 પૂર્ણ થઈ ગયેલ હતું. આ તકે તમામ જાહેર જનતાનો તેમજ આ અનેરા સેવાકાર્યમાં અમૂલ્ય થી પણ વિશેષ યોગદાન આપનાર દાતાશ્રીઓ તેમજ AAA GROUP ના તમામ સભ્યોનો આયોજકોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
