વાંકાનેર: નવરાત્રી એટલે શક્તિની ભક્તિ આરાધના અને ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય છે જેમાં લોકો ઉપવાસ કરી નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી આધી વ્યાધિ ઉપાધિ ને હરનારી નવદુર્ગાની કૃપા પ્રાપ્ત કરે છે ત્યારે ગરબે ઘૂમતી બાળાઓને નવદુર્ગા નું રૂપ માની લોકો ગરબા રાસ દરમ્યાન પુણ્યનું ભાથુ બાંધવા ઠંડુ પીણું , નાસ્તાઓ કરાવી બાળાઓને રાજી કરી આશીર્વાદ મેળવે છે…




ત્યારે શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા હવનાસ્ટમીની રાત્રિએ વોર્ડ નં. 2 મિલ કોલોની વિસ્તાર તેમજ શક્તિપરાની ગરબી મંડળની બાળાઓને લહાણી વિતરણ કરવામાં આવી હતી અને જીવતી જાગતી જોગમાયા સ્વરૂપ બાળાઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલ છે…