વાંકાનેર તાલુકા યુવા પાંખના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલાની પસંદગી
મોરબી: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જીલ્લા તથા મોરબી જીલ્લાના પાંચેય તાલુકાની યુવા પાંખની રચના કરવામાં આવી છે ત્યારે યુવા પાંખના પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહજી ઝાલા, મહામંત્રી રૂપેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશ એડવાઈઝરી કમિટીનાં મેમ્બર અક્ષિતસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા યુવા પાંખના પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જીલ્લા યુવા પાંખના પ્રમુખ તરીકે ઓમદેવસિંહ જાડેજા, મોરબી તાલુકા યુવા પાંખના પ્રમુખ દિવ્યરજસિંહ જાડેજા, માળીયા તાલુકા યુવા પાંખના પ્રમુખ ભગીરથસિંહ જાડેજા, ટંકારા તાલુકા યુવા પાંખના પ્રમુખ જયદીપસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા યુવા પાંખના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલા, હળવદ તાલુકા યુવા પાંખના પ્રમુખ તરીકે યશરાજસિંહ રાણા ની વરણી કરવામાં આવેલ છે.

આ તકે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મહામંત્રી નીરુભા ઝાલાએ યુવાસંઘની કાર્યપ્રણાલી અને સમાજ ઉપયોગી કાર્ય વિશે વાત કરી. આ કાર્યક્રમનું સંચાલન પ્રદેશ મંત્રી મહાવીરસિંહ ઝાલા (સરધારકા)એ કર્યું હતું.
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
