વાંકાનેર વિભાગના ડીવાયએસપીનો સમાવેશ
મોરબી જિલ્લાના એક ડીવાયએસપી, બે પીઆઈ, એક PSI અને 4 પોલીસ કર્મીઓનું રાજ્યના પોલીસ વડાના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન મેળવનાર ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે…
ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે રાજ્ય પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ રહી છે. જેમાં નવ રેન્જ આઈજી, ચાર પોલીસ કમિશ્નર, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના એસપી, કોસ્ટલ રેન્જના આઈજી, સીઆઈડી ક્રાઈમના વડા સહિતના
ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સાયબર ક્રાઈમના ગુનામાં ધરખમ ઉછાળો, મહિલા સુરક્ષા, ગુનાખોરીનો ગ્રાફ, દરિયાઈ સુરક્ષા સહીતની બાબતે નોટ રીડિંગ યોજાઈ હતી….
આ દરમિયાન વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ.સારડા, એ ડિવિઝન પીઆઈ એચ.એ. જાડેજા, સાયબર ક્રાઈમ પીઆઈ આર.એસ.પટેલ, સાયબર ક્રાઈમ પીએસઆઈ વી.એન.પરમાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઇ પાપોદરા, હેડ ક્વાર્ટરના હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ સોમાભાઈ વાઘેલા, કોન્સ્ટેબલ કૌશિકભાઈ બાબુભાઈ મણવર, ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ ભાનુભાઈ પોલાભાઈ બાલાસરાનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું છે…