ગોકુળનગરની મહિલાની ફરિયાદ
રાજકોટ: બે માસ પહેલાં છૂટાછેડા લીધેલી પરિણીતાને પૂર્વ પતિએ શંકા કરી ગાળો ભાંડી માર મારતાં ગોકુળનગરની મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં પતિ સહિતના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ, વાંકાનેરમાં મફતિયાપરા, વૃદ્ધાશ્રમ સામે ગોકુળનગર સોસાયટીમાં રહેતા રજનિકાબેન ચૌહાણ (ઉ.વ.26) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના વિશાલ જેરામભાઈ ચૌહાણ અને લકી ચૌહાણનું નામ આપ્યું હતું.

રજનિકાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના 9 વર્ષ પૂર્વે આ વિશાલ મકવાણા સાથે પ્રેમલગ્ન થયા હતા. ત્યારબાદ બંને મોરબી રોડ વેલનાથપરા ખાતે રહેતા હતા. બાદમાં અણબનાવ થતાં બે મહિના પૂર્વે બંને છૂટાછેડા લઈ અલગ થઈ ગયા હતા. સંતાનમાં એક પુત્ર છે, જે તેણીની પાસે છે. ગત તા.21 ના રોજ રજનિકાબેન તેના પુત્ર, ભાઈ-બહેનને લઈને કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ ખાતે ફરવા ગયા હતા ત્યારે 

પૂર્વ પતિનો પિતરાઈ ભાઈ અલ્પેશ વાલજીભાઈ મકવાણા ત્યાં સામે મળી જતા, તેની વાતચીત કરવા લાગી હતી. ત્યારે અલ્પેશભાઈ તેના પુત્રની ખબર અંતર પૂછી રહ્યા હોય જે દરમિયાન મોલના દરવાજા પાસે ઊભેલો પૂર્વ પતિ વિશાલ અને લકી બંને ત્યાં દોડી આવ્યા અને મારા ભાઈ સાથે કેમ ફરે છે? કહી ઝઘડો કરી માર મારવા લાગ્યા હતા. ઝઘડામાં વચ્ચે પડેલા પરિણીતાના ભાઈને પણ માર માર્યો હતો. પોલીસે ફરિયાદની આગળ તપાસ શરૂ કરેલ છે…
