તો આ પાંચ સિદ્ધાંત “જીવો ત્યાં સુધી” યાદ રાખો
જો પાંચ સિદ્ધાંત ભૂલી જશો તો તમને ન્યાય નહીં મળે
(૧) કોઈપણ સરકારી કચેરીમાં તમારી ફરીયાદ, રજુઆત કે સમસ્યા હંમેશા લેખિતમાં જ આપો. જીવનમાં ક્યારેય પણ ફક્ત મૌખિક રજુઆત કરવી જોઈએ નહીં. સરકારી અધિકારીને જે કહેવું હોય તે માત્ર અને માત્ર લેખિતમાં જ આપવું જોઈએ. તમને જેવું લખતા આવડે એવું લખો પણ ફરજીયાત લખીને આપો. લેખિતની સિવાયની તમામ ચર્ચાઓનું કોઈ મહત્વ નથી…
(૨) તમે લખીને જે કાગળ સરકારી કચેરીમાં આપો છો તેની એક નકલ ઉપર સહી સિક્કો કરાવીને તમારી પાસે રાખો. જો તમે સહી સિક્કાવાળી એક નકલ તમારી પાસે નહીં રાખો તો તમે આપેલ લેખિત અરજીની કોઈ વેલ્યુ નથી. સહી સિક્કો કરી આપવો એ તમામ કચેરી માટે ફરજિયાત છે. સહી સિક્કો ન કરવા માટે બહાના કાઢે છે પણ તમારે સહી સિક્કો કરાવ્યા વગર આવવાનું નહીં…
(૩) સરકારી કચેરીમાં લેખિતમાં અરજી આપ્યા પછી સરકારી અધિકારીનો જવાબ માત્ર લેખિતમાં લેવાનો આગ્રહ રાખો. આપણું કામ કરવાની ના પાડે તો પણ લેખિતમાં લેવાનો આગ્રહ રાખો. કામ ન કરવું પડે એટલે એવું કહે કે, લેખિતમાં આપ્યું છે એટલે હવે તમારું કામ નહીં થાય. આવું કહે તો પણ સરકારી અધિકારીના લેખિતમાં જવાબનો જ આગ્રહ રાખો. હા હોય તો પણ લેખિત અને ના હોય તો પણ લેખિત આપો એટલો મજબૂત આગ્રહ રાખવાનો…
(૪) સરકારી કર્મચારીઓ કે અધિકારીઓએ મૌખિક રીતે આપેલી બાંહેધરી કે ખાતરીની કાયદામાં કોઈ વેલ્યુ નથી. સરકારી અધિકારીઓના મૌખિક નિવેદન ઉપર વિશ્વાસ કરવાથી તમારો સમય બગડે છે અને ધક્કા ખાવા પડે છે. મૌખિક ચર્ચા દરમ્યાન આપેલી ખાતરી મુજબ કામ કરશે જ એવી કોઈ ગેરંટી નથી માટે મૌખિક ચર્ચા ઉપર વિશ્વાસ કરવો જોઈએ નહીં…
(૫) જો તમને સરકારી કચેરી દ્વારા લેખિતમાં કોઈપણ કાગળ મળે તો કાગળ જોતાવેંત જ બિલકુલ ગભરાઈ જવાનું નહીં પરંતુ આખા કાગળને ઓછામાં ઓછા દસ વખત શાંતિથી વિચારી વિચારીને વાંચવાનું. એ કાગળમાં લખેલા ગુજરાતી શબ્દો, કોઈ કાયદાનું નામ, કોઈ કલમ, કે કોઈ અન્ય વિગતને ગૂગલમાં સર્ચ કરીને સમજવાની કોશિષ કરવાની. તમારા ઘરે આવતા દરેક સરકારી કાગળને દસ વાર વાંચ્યા પછી એમાં લખેલા શબ્દો ગૂગલમાં સર્ચ કરવાથી કાયદો જાણવા મળશે…
ટૂંકમાં સરકારી કચેરી કે અધિકારી પાસેથી કામ કરાવવાનું પહેલું પગથિયું લેખિતમાં આપો, બીજું પગથિયું સહી સિક્કો કરાવો અને ત્રીજું પગથિયું માત્ર લેખિતમાં જવાબનો આગ્રહ રાખો અને અધિકારીની મૌખિક ચર્ચામાં આવીને છેતરાઈ ન જાઓ તો તમારું કામ થવાની સંભાવના ઘણી વધી જશે…
આ પાંચ સિદ્ધાંત કોઈપણ સરકારી, અર્ધ-સરકારી, સહકારી કચેરીમાં તેમ બેંક, રેલવે, લોન, વીમો, પ્રૉપર્ટી બધી જ બાબતોમાં લાગુ પડે છે. માટે આ પાંચેય સિદ્ધાંતો જીવો ત્યાં સુધી યાદ રાખવાના છે અને બીજા લોકોને પણ જણાવવાના છે.
સૌજન્ય: વાંકાનેર મોમીન કિશાન સામાજિક એ.ચે . ટ્રસ્ટ માં નજ઼રહુસેન વકાલીયાની પોસ્ટ…